રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાયરસના નવા ૧૦૩૫ કેસ નોંધાયા છે. જેમાં ગુજરાતના જિલ્લાઓમાં અમદાવાદ કોપોરેશન- ૧૬૦ સુરત કોપોરેશન- ૧૫૨ વડોદરા કોપોરેશન- ૭૬ રાજકોટ કોપોરેશન- ૬૯ સુરત- ૫૮ મહેસાણા- ૪૮ રાજકોટ- ૪૦ પાટણ- ૩૮ વડોદરા- ૩૮ બનાસકાંઠા- ૩૫ જામનગર કોપોરેશન- ૨૫ નર્મદા- ૨૧ ગાંધીનગર કોપોરેશન- ૨૦ સાબરકાંઠા- ૧૯ મોરબી- ૧૬ સુરેન્દ્રનગર- ૧૬ અમદાવાદ- ૧૫ અમરેલી- ૧૫ ભાવનગર કોપોરેશન- ૧ ગાંધીનગર- ૧૫ પંચમહાલ- ૧૫ કચ્છ- ૧૪ જામનગર- ૧૩ આણંદ- ૧૧ દાહોદ- ૧૧ ખેડા- ૧૧ ભરૂચ- ૯ જુનાગઢ- ૯ ગીર સોમનાથ- ૮ જુનાગઢ કોપોરેશન- ૮ અરવલ્લી- ૬ મહીસાગર- ૬ નવસારી- ૬ ભાવનગર- ૪ છોટા ઉદેપુર- ૩ દેવભૂમી દ્વારકા- ૩ તાપી- ૩ બોટાદ- ૨ ડાંગ- ૧ પોરબંદર- ૧ તાજેતરમાં કેસ બહાર આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૫૧૫૩૪ ટેસ્ટ થયા હતા. ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૩૨૧ દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે ૪ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો ૧૮૭૬૩૩ થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૦૩૬ છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર ૬૯ દર્દીઓ છે જ્યારે ૧૧૯૬૭ દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા ૧૬૨૮૪૬ છે જ્યારે કુલ મૃત્યુઆંક ૩૭૫૧ પર પહોંચ્યો છે.