ગાંધીજીથી પ્રભાવિત થયેલો મેક્સિકન યુવક ૧૨ વર્ષ સુધી ગુજરાતમાં રહ્યો અને રેટિયો દ્ઘવારા ખાદી કાતણ શીખ્યો અને ત્યાર બાદ ઘરે જઈને ગામના ૪૦૦ પરિવારોને ખાદી કાંતતા શીખવાડયું. અને આજે આખુ ગામ ખાદી બનાવટની વિવિધ વસ્તુઓ બનાવે છે અને દુનિયાભરમાં વેચીને પોતાની આવક મેળવતા થયા છે.
મેક્સિકોના ઓહાકા રાજયના ઘણા ગામડાઓમાં સ્થાનિક લોકો ખાદી વણવાનું કામ કરી રહ્યા છે, જે હવે એક બ્રાન્ડ બની ચૂકી છે, જેને હવે દુનીયાના લોકો ‘ઓહાકા ખાદી’ના નામે ઓળખે છે આ વાત ઉતર અમેરિકાના દેશ મેક્સિકોના એક ગાંધી ચિંધ્યા વિચાર એટલે કે ખાદી દ્વારા રોજગારી મેળવવાના મુશ્કેલ માર્ગ પર ચાલી નીકળેલા યુવાની છે. વાત જાણે એમ છે કે મેક્સિકોના એક યુવક માર્ક બ્રુઉને મહાત્મા ગાંધી પર ફિલ્મ જોઇ. ગાંધીજીના વ્યકિતત્વથી તે એટલો પ્રભાવિત થયો કે ભારત આવી ગયો અને ૧૨ વર્ષો સુધી અહીયા જ રહ્યો. આ દરમિયાન ૧૯૮૬-૮૮ ૨ વર્ષ સુધીનો સમય તેમને ગુજરાતના સાબરમતી આશ્રમમાં વિતાવ્યા જ્યાં તેમણે ખાદી વિશે જ્ઞાન મેળવ્યુ. આ યુવાને ગુજરાતમાં રહીને ગાંધીના વિચાર જાણ્યા અને એને અનુસરવા લાગ્યો અને ગાંધીના ખાદી અપનાવવાના વિચાર અને ખાદી દ્વારા પોતાની જરૂરિયાત સંતોષવા અને રોજગારી મેળવવાના વિચારથી પ્રરાયને પોતાના દેશમાં પાછા ફરી પોતાના ગામમાં ખાદીના વિચારને પ્રયોગ શરુ કરી દીધો. બ્રાઉને ખાદીના કપડાં પહેરવાનું પણ શરૂ કરી દીધું જે તેમણે પોતે કાંત્યાં હતા.
વર્ષ ૧૯૯૦ના દાયકામાં તે એક ચરખો લઇને મેક્સિકોના ઓહાકામાં ચાલ્યો ગયો. ત્યાંના સેન્ટ સેબેસ્ટિયન રિયો હોડો ગામમાં તેણે સ્થાનિક પરિવારોને સૂતર કાંતતા શીખવાડયું અને આખરે વર્ષ ૨૦૧૦માં તેણે ‘ફાર્મ ટુ ગારમેન્ટ’ સમૂહમાં ‘ખાદી ઓહાકા’ શરુ કર્યું. આ સમૂહમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારો સામેલ છે. આજે ગામના લોકો ખાદી સાથે સંકળાયેલા ઉત્પાદનો બનાવી રહ્યા છે જેમાં આશરે ગામના ૪૦૦ પરિવારો જોડાઈ ગયા છે આ લોકોએ પોતે તો ખાદીને અપનાવી જ છે પરંતુ ખાદીના કાપડ થી તેઓ પોતાની રોજગારી પણ મેળવવા લાગ્યા છે.
આપણા વડાપ્રધાન દ્વારા ‘મન કી બાત’ માં પણ ઓહાકા ખાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો છે. તેમણે કહ્યું કે આપણા અનેક સ્થાનિક ઉત્પાદનોમાં વૈશ્વિક ઉત્પાદન બનવાની બહુ મોટી શક્તિ છે. તેમાં ખાદી બોડી ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે દુનિયાના અનેક સ્થળોએ બનાવવામાં આવી રહી છે. મેક્સિકોમાં આવી જ એક જગ્યા છે ઓહાકા જ્યાંના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખાદી વણવાનું કામ કરી રહ્યા છે. આજે ઓહાકા ખાદી સમગ્ર દુનિયામાં બ્રાન્ડ બની ગઈ છે.
આજે ભારત અને મેક્સિકો વચ્ચેના સંબંધો વચ્ચે ઉષ્માપૂણ અને સૌહાદપૂણ દ્રિપક્ષીય સંબંધો છે.ત્યાંના લોકો મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને મધર ટેરેસાના વિચારોથી ઘણા પ્રભાવિત છે. મેક્સિકોના ચાર મોટા શહેરોમાં ગાંધીજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. એક અડગ નિર્ણયથી શું કરી શકાય એનું ઉતમ ઉદાહરણ આ યુવા આપણને પૂરું પાડે છે