દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે જ જેમ તહેવારની ઉજવણી કરવા માટે બધા પ્રકારના કર્યો ઝડપભેર થવા લાગે છે તેમ તહેવારનો એક ભાગ હોય તેમ ખુલ્લેઆમ દેશી દારૂની હેરાફેરી થઈ રહી કરવામાં આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.અને તેના તાજેતરના દ્રશ્યો સુરત શહેરના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં જોવા મળ્યા છે.

    સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે સ્થાનિક યુવક દ્વારા બુટલેગરો દ્વારા કરવામાં આવતી દેશી દારૂની હેરાફેરીના દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરવામાં આવ્યા હોવા છતાં ફરજ પર હાજર રહેલી પોલીસ કર્મચારીઓએ દેશી દારૂ ભરેલી આશરે આઠ જેટલી મોપેડને રવાના કરી દીધી. સમગ્ર ઘટના બાદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

    સુરત ખટોદરા પોલીસે મોપેડ પર દારૂ નહીં પરંતુ કાપડના પોટલા હોવાનું રટણ કરી પોતાનો લૂલો બચાવ કર્યો. એક તરફ આપણા ગુજરાતમાં દારૂબંધીની વાતો ચાલે છે સરકાર નવા નવા કાયદા બનાવી રહી છે પણ આ ઘટના જોવા પછી કાયદા બધા માળયે ચડાવી દીધા હોય તેમ લાગી રહ્યું છે. લોકો દ્વારા ખટોદરા પોલીસ મથકમાં જોવા મળેલી આ ઘટના અંગે તપાસ કરવાની માગ કરવામાં આવી રહી છે.

   આ આખી ઘટના જયારે સામે આવી ત્યારે અડાજણ વિસ્તારમાં રહેતા પ્રશાંત ચૌહાણ નામના યુવક ઘરે જવા નિકળ્યો હતો. જે દરમિયાન આશરે ૮ થી ૧૦ જેટલી દેશી દારૂ ભરેલી મોપેડ અહીંથી પસાર થઇ રહી હતી. જે પૈકી ત્રણ જેટલી દારૂ ભરેલી મોપેડ ને અલઠાણ ચોકડી સ્થિત ફરજ પર હાજર ખટોદરા પોલીસ કર્મચારીઓએ દારૂના પોટલા ભરેલી મોપેડને અટકાવી હતી. જો કે બુટલેગરને પકડવાની જગ્યાએ ફરજ પર હાજર પોલીસ કર્મીઓએ સ્થાનિક યુવક પાસે લાયસન્સ સહિતની માંગણી કરી હતી. ત્યાર બાદ તમામ દારૂ ભરેલી મોપેડ ને ત્યાંથી રવાના કરી દેવામાં આવી હોવાના આક્ષેપ સ્થાનિક યુવકે કર્યા છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર આ મામલે શું નિર્ણય લે છે અને તપાસના આદેશ આપે છે કે નહિ એ આવનાર સમય જ બતાવશે.