આજે જયારે ગુજરાતની પેટા ચુંટણીની ૮ બેઠકો પર મળતી માહિતી મુજબ 1 વાગ્યા સુધીમાં લગભગ ૪૦ થી ૫૦ % સુધીનું મતદાન થયું છે ત્યારે મોરબીની આ બેઠકમાં એક ગામ એવું પણ છે જ્યાં લોકોએ પોતાની માંગણી ન સંતોષાતા ચુંટણીનો બહિષ્કાર કર્યો છે
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં માળિયા ખાતે ન્યુ નવલખી ગામના મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેઓનું કહેવું હતું કે તેમની અલગ ગ્રામ પંચાયતની માંગ સ્વીકારવામાં આવી નથી તેના પગલે તેઓ મતદાન કરવાના નથી. તેના કારણે આ ગામના 303 મતની સામે એકપણ મત પડ્યો ન હતો. ભાજપ અને કોંગ્રેસ બંનેના રાજકીય કાર્યકરો આ લોકોને મતદાન કરવા માટે સમજાવી રહ્યા છે, પરંતુ લોકો હજી સુધી ટસના મસ થયા નથી. આના લીધે આ ગામના મતદાન મથકમાં એકપણ મત પડ્યો નથી. હવે જોવું એ રહ્યું કે ગામના લોકોને મતદાન કરાવવા માટે તેમની માંગ સ્વીકારશે