પ્રતીકાત્માક ફોટોગ્રાફ્સ

   આજે રાજ્યમાં કોરોના વાયરસના 980 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3704 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,354 એક્ટિવ કેસ છે, જ્યારે 1,52,995 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,70,053 પર પહોંચી છે.

   આજે રાજ્યમાં મૃત્યું આંક અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટમાં 1, સુરતમાં 1, સુરત કોર્પોરેશનમાં મળી કુલ 6 લોકોનાં મોત થયા હતા.

   સુરત કોર્પોરેશનમાં 163, અમદાવાદ કોર્પોરેશનમાં 161, વડોદરા કોર્પોરેશનમાં 74, સુરતમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 53, વડોદરામાં 39, મહેસાણામાં 38, બનાસકાંઠામાં 32, અમદાવાદમાં 25, અમરેલી-ગાંધીનગર કોર્પોરેશન-જાનગર કોર્પોરેશનમાં 20-20, ગાંધીનગરમાં 19, પાટણમાં 18, સાબરકાંઠામાં 17, સુરેન્દ્રનગરમાં 16, ભરૂચ-પંચમહાલમાં 15-15 કેસ નોંધાયા હતા.

   રાજ્યમાં આજે કુલ 1107 દર્દી સાજા થયા હતા અને 51,912 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 58,97,627 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.97 ટકા છે.