આ વર્ષે ચોમાસાની સીઝનમાં રાજ્યમાં 138 કરતાં પણ વધારે વરસાદ પડયો છે. જોકે ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ વરસાત ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. પણ હવે છેલ્લા બે-ત્રણ દિવસથી મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જેના કારણે ઉકળાથી પરેશાન લોકોને થોડી રાહત મળી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલ સાઇક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યના જીલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડયો હતો. આ સિવાય ગુજરાતના અન્ય ભાગમાં પણ હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.
છેલ્લા ઘણાં દિવસથી વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો હતો. જોકે બે ત્રણ દિવસથી ઠંડીની શરૂવાત થઇ ગઈ છે જેના કારણે અસહ્ય ઉકળાટથી લોકોને થોડી રાહત મળી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો જોવા મળશે. આગામી દિવસોમાં ગાત્રો થિજવતી ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે. લઘુતમ તાપમાનનો પારો પણ થોડા દિવસોમાં જ ગગડશે.
ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું સિઝનમાં ૧૩૮ ટકા કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. લાબાં વિરામ બાદ રાજ્યના વિવિધ વિસ્તારમાં ફરી વરસાદી માહોલ સર્જાયો હતો તેમજ ઉકળાટ અને બફારો વધતા લોકો હેરાન-પરેશાન થયાં હતા. પરંતુ બે દિવસથી નવસારી અને વલસાડ જીલ્લાના લોકોને મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.