વલસાડ જીલ્લાની ૧૮૧ કપરાડા વિધાનસભા મતવિસ્તારના મતદારો મતદાનનું મૂલ્ય સમજે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા હેતુસર જિલ્લાના મુખ્ય ચુંટણી અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦ જેટલા પ્રાથમિક અને માધ્યમિક શાળાનો શિક્ષકો જોડાયા હતા.
આ પ્રસંગે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કે. એફ. વસાવા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. ડી. બારીયા તેમજ જિલ્લા અને તાલુકા શિક્ષક સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા ખાતેની મતદાર જાગૃત્તિ અંગેની બાઈક રેલીને જિલ્લા શિક્ષણ અધિકારી કે. એફ. વસાવા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. ડી. બારીયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ બાઈક રેલી કપરાડા તાલુકા પંચાયતથી શરૂ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલા આર.ટી.ઓ.ચેક પોસ્ટથી અક્સા હોટલ થઈ અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય સુધી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કે. એફ. વસાવાએ શાળા કક્ષાએ સ્વીપ અંતર્ગત મતદાત જાગૃતિ અંગેના કરવાના છે તેવા બહુવિધ કાર્યક્રમોની માહિતી શિક્ષકોને આપી હતી. વધુમાં તેમણે લોકશાહી મજબૂત બને તે માટે મહત્તમ લોકો મતદાન કરે તેવા પ્રયાસો કરવા શિક્ષકોને હાકલ કરી હતી.આ રેલી પ્રજા જાગૃતિના સાથે જોડાયેલી હતી આ રેલીનો પ્રભાવ ચુંટણી પર કેવો રહશે અને પ્રજા શું નિર્ણય લેશે એ આવનાર સમય જ બતાવશે.