ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપે 8 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેના પાંચ ઉમેદવારના નામની જાહેરાત કરાઈ હતી. જો કે, ત્રણ બેઠક પર કોંગ્રેસમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ બે બેઠક પર તેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ ભાઈ ચોધરી સામે બાબુ વરઠાને ઉતાર્યા છે. જ્યારે ડાંગ બેઠક પર વિજય પટેલની સામે સૂર્યકાંત ગાવિતને પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
કપરાડા બેઠક માટે છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ માટે બાબુભાઇ અને હરેશ પટેલ વચ્ચે મથામણ ચાલતી હતી. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ છબીને આગળ રાખી પ્રચાર કરવાનું મુખ્ય હથિયાર બાબુભાઈને ટિકિટ આપતા ફેલ થયું છે. કારણ કે બાબુભાઈ પણ ભાજપ છોડી કોંગ્રેસ માં જોડાયા હતા અને કપરાડા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. અચાનક જીતુભાઈ ભાજપમાં બેસી જતા બાબુભાઇએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. વલસાડ કોંગ્રેસના આગેવાનોએ પણ ટિકિટ આપવાની બાંહેધરી આપી હતી. જેને લઇને હવે અંતે ભાજપના જીતુ ચૌધરીને પછાળવા કોંગ્રેસે ઉમેદવાર તરીકે બાબુભાઈને મેદાનમાં ઉતારતા કપરાડાની ચૂંટણી રસપ્રદ બની છે. હવે જોવું રહ્યું કે લોકોનું મત રૂપી વાવાઝોડું કયા પક્ષ તરફ ફૂંકાશે!