કોરોના વાયરસ પર વિશ્વભરમાં રિસર્ચર્સ અનેક શોધ કરી રહ્યાં છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાની નેશનલ સાયન્સ એજન્સી CSIROએ કોરોના વાયરસને લઈને નવો દાવો કર્યો છે. CSIROનું કહેવું છે કે એક નિયંત્રિત વાતાવરણમાં વાયરસ વધુ સમય સુધી સંક્રમિત રહે છે. આ અભ્યાસ વાયરોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
CSIROના સંશોધકોને જાણવા મળ્યું કે ૨૦ ડિગ્રી સેલ્સિયસ (૬૮ ડિગ્રી ફેરનહેટ) પર SARS-COV-2 વાયરસ મોબાઇલ ફોન સ્ક્રીન, નોટ્સ અને કાચ જેવી ચિકણી સપાટી પર ૨૮ દિવસ સંક્રમિત રહે છે. તેની તુલનામાં ઇન્ફલુએન્જા એ વાયરસ સપાટી પર ૧૭ દિવસ સુધી જીવિત રહે છે.
અભ્યાસના પ્રમુખ સંશોધક શેન રિડેલે કહ્યુ, આ અભ્યાસ વાસ્તવમાં હાથ ધોવા, સેનેટાઇઝિંગ અને વાયરસના સંપર્કમાં આવેલ સપાટીને સાફ રાખવાના મહત્વને વધારે છે. તે માટે સપાટી પર કોરોના વાયરસના દર્દીઓના સુકી લાળના સેમ્પલની જેમ કૃત્રિમ લાળ પર અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં તે એક મહિના બાદ વાયરસથી મુક્ત થઈ શક્યા.
૨૦, ૩૦ અને ૪૦ ડિગ્રી સેલ્સિયસ પર કરવામાં આવેલા પ્રયોગોથી જાણવા મળ્યું કે, વાયરસ ઠંડા તાપમાન પર લાંબા સમય સુધી જીવિત રહે છે. અસમાન સપાટીની તુલનામાં ચિકણી સપાટી અને પ્લાસ્ટિક બેન્કનોટ્સની તુલનામાં પેપર નોટ પર વાયરસ લાંબા સમય સુધી જીવિત રહે છે. પરાબેંગની પ્રકાશના અભાવને દૂર કરવા માટે આ બધા પ્રયોગ અંધારામાં કરવામાં આવ્યા હતા, કારણ કે શોધથી જાણવા મળ્યું કે, સીધો પ્રકાશ આ વાયરસને મારી નાખે છે.
સંશોધકોએ કહ્યું કે, શરીતના તરલ પદાર્થોમાં મળનાર પ્રોટીન અને વસા પણ બોડીમાં વાયરસની સમયમર્યાદા વધારી શકે છે. આ અભ્યાસથી મીટ પેકિંગ ફેસિલિટી જેવા ઠંડા વાતાવરણ અને વાયરસની અનુકૂળતાને સમજવામાં મદદ મળે છે. પરંતુ અન્ય દેશોની તુલનામાં ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસ પર સારૂ નિયંત્રણ કર્યું છે.
તાપમાન અને કોરોના વાયરસના સંબંધ પર પહેલા ઘણા અભ્યાસ થયા છે. તો ઘણા નિષ્ણાંતોનું કહેવું છે કે ઠંડીના સમયમાં કોરોના વાયરસના કેસ પહેલા કરતા વધુ આવી શકે છે. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ વધુ એક ચેતવણી જારી કરતા કહ્યુ કે, પ્રદુષણમાં થોડી વૃદ્ધિ કોરોનાના મામલાને વધારી શકે છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, ઠંડીના મહિના દરમિયાન લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. તેમણે કહ્યુ, ચીન અને ઇટાલીના ડેટા જણાવે છે કે જે ક્ષેત્રોમાં જ્યાં પીએમ 2.5ના સ્તરમાં થોડી વૃદ્ધિ થઈ છે, ત્યાં કોરોનાના કેસમાં ઓછામાં ઓછા 8-9 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ, કે શિયાળાના સમયમાં આપણને ઘરમાં રહેવાની ટેવ હોય છે. ઘરમાં વધુ લોકોના રહેવાથી સંક્રમણ એકથી બીજા લોકોમાં સરળતાથી ફેલાઇ શકે છે. ઠંડીમાં શ્વસન વાયરસ પણ સરળતાથી ફેલાઇ છે. તેથી આવા કેસમાં વૃદ્ધિ જોઈ શકાય છે પરંતુ માસ્ક, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને હેન્ડ હાઇઝીનને ધ્યાનમાં રાખતા તેને 30થી 40 ટકા ઓછું કરી શકાય છે. હવે સાવધાની લેવાનો નિર્ણય આપણે કરવાનો છે.