કપરાડા વિધાનસભા માંથી જીતુ ચૌધરી રાજીનામા આપતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવતાની સાથે જ કોંગ્રેસ પાયા વિહોણા જેવી સ્થિતિમાં આવી ગઈ. એક તરફ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં હજી સુધી નામ જાહેર થયા નથી. કોંગ્રેસમાં ત્રણ નામોની ચર્ચામાં પ્રથમ નામ બાબુભાઈ વઠા બીજું હરીશભાઈ પટેલઅને ત્રીજું માજી મંત્રી બરજુલભાઈ પટેલ પુત્ર વસંતભાઈ પટેલના નામ ચર્ચામાં હાલ ચાલી રહી છે.
આજ રોજ નાનાપોંઢા ખાતે પત્રકાર પરિષદ યોજી પોતાની ઉમેદવારનું નામ જાહેર કર્યું જેમણે જ્ઞાતિ સમીકરણ અને વિકાસ, બેરોજગાર, યુવાનોના પ્રશ્નો, મહિલાઓના પ્રશ્ન, ખેડૂતોના પ્રશ્નો, અને આમ આદમીના પ્રશ્નોની ચર્ચા કરી હતી આદિવાસી વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન અને ખેડૂતના પ્રશ્ન જમીનની સનદ રાજુ ગાંધી દ્વારા ૧૮ વર્ષના યુવાનો મતદાનનો અધિકાર ઇન્દિરા બેંક રાષ્ટ્રીયકરણ સરકારી ભરતીમાં અનેક ડિપાર્ટમેન્ટમાં કામ ખાલી હોવા છતાં ભરતી થતી નથી અને સરકાર દ્વારા જગ્યાએ ઘટાડી શિક્ષિત બેરોજગાર પ્રશ્ન જે મુદ્દા ઉપર ચર્ચા કરી હતી જો મને ટિકિટ મળે તો આદિવાસીઓ વિસ્તારમાં જે કામો થયા નથી જે સુવિધાઓથી વંચિત છે એ ખરા અર્થમાં હું કરવા સમર્થ છું
કપરાડામાં એક બાજુ બીજેપીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર નહિ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો કોંગ્રેસ પોતાના માસ્ટર સ્ટ્રોક કયારે મારશે પોતાના ઉમેદવારનું નામ ક્યારે સ્થાનિક પ્રજા સમક્ષ ક્યારે બહાર પડે છે તેની રાહ જોવાઈ રહી છે આખરે તો લોકો નિર્ણય જ નક્કી કરશે એમનો પ્રતિનિધિ આપણે પરિણામની રાહ જોવી રહી.