ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જોકે, બંને પક્ષોમાંથી હજી ઉમેદવારોના નામની જાહેરાત થઈ નથી. આ મામલે હજી નામ ચર્ચા હેઠળ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપી દીધો છે. 8 પૈકી 6 બેઠક પર ૨ નામ અને બે બેઠક પર ત્રણ નામ સ્ક્રીનીંગ સમિતિને મોકલવામાં આવ્યા છે. આગામી બે દિવસમાં મળનારી સ્ક્રીનિંગ સમિતિમાં આઠ બેઠકના 18 દાવેદારો પર ચર્ચા થશે. સ્ક્રીંનીગ સમિતિમાં ચર્ચા બાદ નક્કી થયેલ ઉમેદવારના નામ સેન્ટ્રલ ઇલેક્શન સમિતિને મોકલાશે. જોકે, ભાજપા કયા ઉમેદવારને મેદાને ઉતારશે તે પ્રમાણે કોંગ્રેસ પોતાના ઉમેદવાર નક્કી કરશે.

જાણો કઇ બેઠક પર કયા નામ થયા નક્કી 

૧ ગઢડા : મોહન સોલંકી, બીજે સોસા

૨ અબડાસા : રાજેશ આહિર, શાંતિલાલ સાંધાણી

૩ મોરબી : કિશોર ચિખલીયા. જયંતી જેરાજ પટેલ

૪ લીમડી : ચેતન ખાચર, ભગીરથ સિંહ રાણા, કલ્પનાબેન મકવાણા

૫ ધારી : સુરેશ કોટડીયા, ડો. કિર્તી બોરીસાગર, જેની ઠુમ્મર

૬ કરજણ : કિરીટસિંહ જાડેજા, ધર્મેશ પટેલ

૭ કપરાડા : બાબુ વર્થા, હરીશ પટેલ

૮ ડાંગ : ચંદર ગાવિત, સૂર્યકાન્ત ગાવિત

      8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થશે. ભાજપના ઉમેદવારો 12 ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે. જોકે, ભાજપના તમામ ઉમેદવારો રૂબરૂમાં ફોર્મ ભરશે. અને ચૂંટણી પંચે તૈયાર કરાયેલા વેબ પોર્ટલનો ઉપયોગ નહિવત કરશે. ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રાજ્ય સરકારના મંત્રી તથા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ હાજરી આપશે.