ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિએ આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના પગલે તાલુકાની 24 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે. નાની વહિયાળ તા. પં. બેઠકના ઉમેદવારની જાહેરાત પણ કોંગ્રેસે કરી હોવાની માહિતી મળી છે. ધરમપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલની આગેવાનીમાં પૂર્વ સાંસદ કિશન પટેલ, તા. પં.પ્રમુખ રમેશ પાડવી સહિતની ટીમે સ્થાનિક કાર્યકર્તાઓ, આગેવાનો સાથે બેઠક દીઠ ગામોમાં ચર્ચા પરામર્શનો દોર શરૂ કરી દીધો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ ટેલિફોનિક વાતચીત દરમિયાન  માહિતી આપી છે કે ચુંટણીની પ્રક્રિયા અમે ચાલુ કરી દીધી છે. 

     વધુમાં કહ્યું કે અત્યાર સુધીમાં 5 જિ.પં. બેઠકો પૈકી બારોલીયા અને કરંજવેરી સીટ અને 24 તા.પં. બેઠકો પૈકી ખારવેલ, નાની ઢોલડુંગરી, આસુરા, કરંજવેરી, બરૂમાળ, બારોલીયા, તીસ્કરી, નાની વહિયાળ, બીલપુડી અને ઉકતા બેઠકોના ઉમેદવાર પસંદગી માટે કાર્યકર્તાઓ, લોકો સાથે ચર્ચા પરામર્શ કરી બેઠકો કરી નક્કી કરી સર્વસંમતિથી દિન સાતમાં એક નામ સુચવવા અપીલ કરવામાં આવી છે.