આજકાલ સ્માર્ટફોન દરેકની જરૂરીયાત બની ગયો છે. અને દરેક મોબાઇલ વપરાશકર્તાને તેમના મોબાઇલમાં રહેલા ખાનગી ડેટાને જાહેર થઇ જવાની ચિંતા સતાવતી હોય છે. ત્યારે ગેલેક્સી A51 અને A71 મોબાઇલમાં આપવામાં આવેલા ક્વિક સ્વીચ ફીચર દ્વારા તમે સૌથી વધુ યુઝ થતી ગેલેરી, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટને ફક્ત પાવર બટનને ડબલ ક્લિક દ્વારા સહેલાઈથી પબ્લીક મોડમાંથી પ્રાઇવેટ મોડમાં ફેરવી શકો છો. શું આ સુવિદ્યા અદભૂત નથી ?
હાલના આ દિવસોમાં સ્માર્ટફોન આપણા જીવનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, પછી ભલે તે ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ અપલોડ કરવા માટે હોય, ટ્વીટ કરવા માટે હોય કે કંઇક નોટ કરવા માટે હોય. હાલની જનરેશન તેમની દરેક જરૂરીયાત માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. પછી તે કામ હોય કે તેમના શોખને લગતી બાબત હોય કે તેમના જુસ્સાને વ્યકત કરવા અંગે હોય કે મોજ મસ્તી માટે. ઘડીભર એવી સ્થિતિની કલ્પના કરો કે જ્યાં તમે ભીડવાળી જગ્યામાં હો અને કોઈ તમારા ફોન પર તમે શું કરી રહ્યા છો તેના પર નજર નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. તમારી પ્રથમ પ્રતિક્રીયા જગ્યા ફેરવવાની કે પછી ફોનની દીશા બદલવાની હશે. અને તમે ચોક્કસ આ અનુભવમાંથી ક્યાંકને ક્યાંક પસાર થયા જ હશો.
તમને એવી પરિસ્થિતિઓ પણ યાદ હશે કે જ્યાં તમારા મિત્રો, કુટુંબના સભ્યો અથવા સાથીઓ તમારા ફોનને જોવા માંગતા હતા, પરંતુ તમે તેને મોબાઇલ સોંપવામાં અસ્વસ્થતા અનુભવતા હતા. કારણ કે તમને ડર હતો કે જો તેઓ તમારા ખાનગી મેસેજ અથવા ફોટોઝ જોઇ જશે તો શું થશે ? ખરી વાત છે ને ? પરંતુ તમે હવે આ પ્રકારની ચિંતાને વિદાય આપો. અને સ્વિકારો Alt Z Lifeને કે જ્યાં The Alt Z લાઇફનો મતલબ છે ચિંતામુક્ત જીવન છે. અહીં તમારું ખાનગી જીવન ખાનગી જ રહે છે. Alt Z લાઇફના ભાગ રૂપે સેમસંગે ખાસ પ્રાઇવસી ફીચર ડેવલપ કર્યા છે જે ક્વિક સ્વીચ (Quick Switch) અને કન્ટેન્ટ સજેશન્સ (Content Suggestions)ના નામે ઓળખાય છે. જેને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની હેઠળ રજૂ કરવામાં આવ્યા છે, જે ગેલેક્સી A51 અને ગેલેક્સી A71માં ઉપલબ્ધ છે. સ્માર્ટફોન ઉદ્યોગમાં આવું પહેલી વખત છે કે જ્યાં મીડ રેન્જ સેગમેન્ટમાં આવા ફીચર આપવામાં આવ્યા હોય. આ ફીચર રજૂ કરીને, સેમસંગે એક નવો બેંચમાર્ક સ્થાપ્યો છે.
ધ ગેલેક્સી A51 અને ગેલેક્સી A71 સ્માર્ટફોન અદભૂત સ્ક્રીન, સરસ મજાના કેમેરા અને લાંબો સમય ચાલે તેવી બેટરી ધરાવે છે. બંને સ્માર્ટફોનમાં સિંગલ ટેક, નાઇટ હાયપરલેપ્સ, પ્રો કેમેરા મોડ, કસ્ટમ ફિલ્ટર, સ્માર્ટ સેલ્ફી એંગલ, ક્વિક વીડિયો અને એઆઈ ગેલેરી ઝૂમ જેવા ફ્લેગશિપ કેમેરા સુવિધાઓ સાથે ક્વાડ-કેમેરા સેટ-અપ્સ છે. એક નજર કરીએ પ્રાઇવસી વાળા ફીચર પર.
આજના સ્માર્ટફોન વપરાશકર્તાઓની પ્રાઇવસીની જરૂરીયાતને પુરી કરે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો કોઇનું નામ બોલવા કે સજેસ્ટ કરવા જેટલું ક્વિક સ્વીચ ઝડપી છે જેના કારણે Alt Z લાઇફ વધુ આસાન બને છે. તે તમે જેનો સૌથી વધુ વપરાશ કરો છો તે ગેલેરી, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવી એપને સરળતાથી પ્રાઇવેટ કે પબ્લીક કરી શકો છો. આ માટે ફક્ત પાવર બટન પર ડબલ ક્લિક કરવાનું છે અને બસ કામ થઇ ગયું. હવે તમે સરળતાથી તમારો ફોન તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સહકર્મચારીઓને આપી શકશો. અને શક્ય છે કે કદાચ પછીથી તેઓ પણ ગેલેક્સી A51 કે A71 ખરીદશે. કન્ટેન્ટ સજેશન્સ ફીચર અંતર્ગત અધરૂ લાગતું કામ સરળતાથી થઇ શકે છે. ડિવાઇસમાં આપવામાં આવેલા AI સંચાલિત એન્જીન દ્વારા ઇમેજને સિક્યોર ફોલ્ડરમાં ખસેડવા અંગેનું સજેશન કરે છે.
જેનું પ્રારંભિક સેટઅપ ખૂબ જ સરળ છે. તમે વિશિષ્ટ ચહેરા અથવા છબીઓ પસંદ કરો છો જેને તમે ખાનગી રાખવા માંગો છો. તેમને એકવાર ટેગ કર્યા પછી બાકીના કામ AI કરે છે ! કન્ટેન્ટ સજેશન્સ ફીચરથી હવે તમારા ખાનગી ફોટાઓ ખાનગી જ રહેશે. ઉપરોક્ત કિસ્સામાં, તમારી સેલ્ફી પબ્લીક ગેલેરીમાં દેખાશે નહીં, કારણ કે તમે તમારા પાર્ટનરનો ચહેરો પ્રાઇવેટ તરીકે પસંદ કર્યો હોય ઓટોમેટીક આ બધા ફોટોઝ પ્રાઇવેટ ફોલ્ડરમાં જતા રહેશે.
સેમસંગના નવા પ્રાઇવસી ફીચર તેમની પોતાની લીગમાં છે. સેમસંગ જે કરી રહી છે તેની નજીક કોઈ બીજી કંપની આવી પણ શકે તેમ નથી. બિઝનેસમાં સેમસંગ માટે કસ્ટમર્સની પ્રાઇવસી મોખરે છે અને ગ્રાહકોને તે જાણીને આનંદ થશે. નવા ધારાધોરણો અને બેન્ચ માર્ક સેટ કરવા માટે સેમસંગ જાણીતું છે. તેના ધ ગેલેક્સી A સીરીઝ સ્માર્ટફોન અદભૂત સ્ક્રીન, સરસ મજાના કેમેરા અને લાંબો સમય ચાલે તેવી બેટરી ધરાવે છે. બંને સ્માર્ટફોનમાં સિંગલ ટેક, નાઇટ હાયપર લેપ્સ, પ્રો કેમેરા મોડ, કસ્ટમ ફિલ્ટર, સ્માર્ટ સેલ્ફી એંગલ, ક્વિક વીડિયો અને એઆઈ ગેલેરી ઝૂમ જેવા ફ્લેગશિપ કેમેરા સુવિધાઓ સાથે ક્વાડ-કેમેરા સેટ-અપ્સ છે. હવે આ પ્રાઇવસી ઇનોવેશન્સના કારણે આ સીરીઝના ફોન ખરીદવા ગ્રાહકોને વધુ એક કારણ મળી રહેશે.
સેમસંગના ગેલેક્સી A51 અને ગેલેક્સી એ 71 બંને ઇ-કોમર્સ પ્લેટફોર્મ, રિટેલ સ્ટોર્સ અને સેમસંગ ડોટ કોમ પર ઉપલબ્ધ છે. Alt Z લાઇફ સાથે હવે Gen Z એ પ્રાઇવસીની ચિંતા કરવાની જરૂર નથી. હવે આ ફોન ખરીદવાનો નિર્ણય કરી ખરીદો લો અને પ્રાઇવસીની ચીંતાને બાય-બાય કહો.
નોંધ : આ આર્ટિકલનો હેતુ જાહેરાતનો છે જેની સાથે Decision News સહમત છે તેવું માનવું નહીં.