લોકડાઉન દરમિયાન ATM ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. એને પગલે હવે દેશની સૌથી મોટી બેન્ક-સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા SBI એ વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આધારિત ATM કેશ વિડ્રોઅલની સુવિધા ૨૪x૭ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આધારિત ATM કેશ વિડ્રોઅલની સુવિધા SBI ATM પરથી ૧૮ સપ્ટેમ્બરથી લાગુ થશે. બેન્કે OTP આધારિત ATM વિડ્રોઅલ સુવિધાને ૨૪x૭થી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ATM કેશ વિડ્રોઅલનો આ નિયમ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ થી સમગ્ર દેશમાં લાગુ થશે.
હવે SBI ના ATMમાંથી ૧૦ હજાર રૂપિયાથી વધુ રકમ વિડ્રો કરવા માટે દિવસે પણ OTP ની જરૂર પડશે. અત્યાર સુધી રાતના ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી ૧૦ હજાર કે એનાથી વધુ રકમ વિડ્રો કરવા પર જ OTP ની જરૂર પડતી હતી. બેન્કે ૧ જાન્યુઆરીથી નવો નિયમ લાગુ કર્યો હતો. આ અંતર્ગત ૧૦ હજાર રૂપિયા કે એનાથી વધુ રકમ વિડ્રો કરવા પર OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલને રાતે ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યું હતું.
હવે ૧૮ સપ્ટેમ્બર એટલે કે શુક્રવારથી જો તમે ૧૦ હજાર કે એનાથી વધુ પૈસા વિડ્રો કરવા ATM માં જાઓ છો તો તમને કાર્ડ અને અમાઉન્ટ એન્ટર કર્યા પછી બેન્ક તરફથી રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP મોકલવામાં આવશે. આ OTP ને ડેબિટ કાર્ડના પિન સાથે એન્ટર કરવાનો રહેશે, ત્યારે તમે ATM માંથી પૈસા વિડ્રો કરી શકશો.
SBI ના એમડી સીએસ સેટ્ટીએ કહ્યું હતું કે ટેક્નિકલ સુધારા અને સેફ્ટીના કિસ્સામાં SBI પહેલેથી આગળ રહી છે. મને આશા છે કે ૨૪x૭ OTP બેઝ્ડ કેશ વિડ્રોઅલની સુવિધાથી સુરક્ષા સ્તર વધુ મજબૂત બનશે. સમગ્ર દિવસ દરમિયાન આ સુવિધા લાગુ કરાવવાથી SBI ના ડેબિટ કાર્ડહોલ્ડર દગાખોરોથી, કાર્ડ સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ જેવાં જોખમોથી બચી શકશે.
દેશની સૌથી મોટી બેન્ક SBI ની સમગ્ર દેશમાં ૨૨ હજારથી વધુ બ્રાન્ચ છે. SBI ૩૦ થી વધુ દેશોમાં પણ કાર્યરત છે. SBI ના ૬.૬ કરોડથી વધુ ગ્રાહક મોબાઈલ બેન્કિંગ અને ATM ની સુવિધાનો ઉપયોગ કરે છે.