કપરાડા: તા.૧૩-૯-૨૦૨૦ના રોજ માંડવા ગામની નજીક નાશિક તરફ જતા હાઇવે પર અકસ્માત થવા પામ્યો હતો જેમાં પીકઅપ સાથે એકટીવાની અથડામણની આ ઘટના થવા પામી હતી આ ઘટના દરમિયાન એકટીવા ચાલક જેઓ માંડવાના ઓઝરડા ગામના રેહવાસી ફુલજીભાઈ લાછીયાભાઈ વસાવા હોવાનું જાણવા મળેલ છે. તેમને ઘટિત ઘટનામાં ગંભીર ઈજા થતા તેઓ જગ્યા પર જ મૃત્યુ પામ્યા હતા જયારે પીક અપના ચાલક ઘટના સ્થળથી ફરાર થઇ ગયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે.
આ ઘટના કાલે લગભગ ૪: ૦૦ વાગ્યાની આસપાસ બની હોવાની માહિતી પ્રાપ્ત થાય છે આ ઘટના દરમિયાન આરોગ્ય તંત્રની બેદરકારી અને દર્દીઓ તરફની નિષ્કાળજી સામે આવી છે કપરાડા તાલુકામાં આવેલી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર નાનાપોંઢામાં ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિને પી.એમ માટે દાખલ કરવા આવ્યો હતો પરંતુ આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત કર્મચારી અને ડોક્ટરના બિન કાળજી ભર્યા પગલાં ભરીને કાલની આજ બપોરના ૧૨:૦૦ કલાક સુધી પી.એમ થયું નહતું. આ બેદરકારીની આ પહેલી ઘટના નથી આ સરકારી હોસ્પીટલમાં સ્થાનિક સમાજના લોકોને સારવાર માટે વારંવાર ધક્કા ખવડાવવાનું કારસ્થાન સામે આવ્યું છે આ ઘટના પછી ગ્રામજનો દ્વારા હોબાળો મચાવી ઉગ્ર વિરોધ કરવામાં હતો.
મુદાની વાત તો એ છે વલસાડ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેનના વિસ્તારમાં હોસ્પિટલ આવી છતાં પી.એમ. માટે લોકોને વલખાં મારવા પડે છે સ્થાનિક લોકોની વારંવાર રજુવાત કે નેતાઓની નજરો સમક્ષ થતાં આ અમાનવીય વ્યવહાર સામે પણ સ્થાનિક નેતાઓનું પેટનું પાણી હજુ હાલતું નથી. પણ આ વખતે સ્થાનિક લોકો એ નક્કી કરી લીધું છે કે જો તેમની આ દરેક વખતની સમસ્યા પર સ્થાનિક અધિકારીઓ અને નેતાઓ ધ્યાન નહિ આપે તો નજીકમાં જ ચુંટણી છે આ વખતે તેમના મોટા મોટા વાયદાઓ કામ લાગશે નહિ, પરિણામ ભોગવવા લોકોએ નેતાઓને ચીમકી આપી છે. જો લોકોને ન્યાય નહિ મળે તો તેમનો નિર્ણય આ વખતે જવાબદાર કર્મચારી અને નેતાઓની ઊંઘ ઉડાડી દેશે એ પાક્કું છે .
BY બીપીનભાઇ રાઉત