દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે બંધ કરવામાં આવેલી શાળા-કોલેજો ખોલવાને લઈને કેન્દ્ર સરકારે સ્ટાંડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) કરવામાં આવી છે. જાહેર કરાયેલ નવી ગાઈડલાઈન પ્રમાણે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શરતો સાથે શાળા ખોલવાની મંજુરી આપવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓએ શાળાએ જવુ કે નહીં તે તેમની ઈચ્છા પર નિર્ભર રહેશે.

   નવી ગાઈડલાઈન પ્રમાણે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું ફરિજીયાત રહેશે. અને શિક્ષણ આપવા લેવા માટે ફેસ કવર કે માસ્ક લગાવવું પણ ફરજીયાત રહેશે. જ્યારે કંટેનમેન્ટ ઝોનમાં આવેલી શાળાઓને ખોલવાની મંજુરી નહીં આપવામાં આવે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ધોરણ 9 થી લઈને 12ના વિદ્યાર્થીઓ માટે ફરીથી શાળા ખોલવા માટે જાહેર કરવામાં આવેલા SOPમાં કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન/ડિસ્ટેંસ લર્નિંગની મંજુરી યથાવત રહેશે. શાળા વધુમાં વધુ 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને ઓનલાઈન ટીચિંગ/ટેલિ-કાઉંસલિંગ અને તેની સાથે જોડાયેલા અન્ય કામો માટે બોલાવી શકે છે. 9 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનું માર્ગદર્શન લેવા શાળાએ જવા માંગે તો તેની પણ મંજુરી આપવામાં આવી છે. જોકે તેના માટે વિદ્યાર્થીએ પોતાના માતા-પિતા કે અન્ય પરિજનો પાસે લેખિતમાં સહમતિ લેવી જરૂરી રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન ટીચિંગનો વિકલ્પ તો યથાવત જ છે.

   જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશો પ્રમાણે શાળાઓએ ક્લાસથી લઈને લેબમાં વિદ્યાર્થીઓ માટે બેસવાની વ્યવસ્થા એવી રીતે કરવી પડશે કે તેમના વચ્ચે ઓછામાં ઓછુ 6 ફુટનું અંતર જળવાવું જોઈએ. વિદ્યાર્થીઓને ભેગા થવા, એસેમ્બલી હોલ અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ યથાવત રાખવાનું જણાવ્યું છે. કારણ કે તેનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ છે. તેવી જ રીતે શાળામાં રાજ્ય હેલ્પલાઈન નંબર ઉપરાંત સ્થાનીક સ્વાસ્થ્ય અધિકારીઓના નંબર પણ જાહેર કરવાના રહેશે. જેથી કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં તેમનો સંપર્ક કરી શકાય.

  કંટેનમેન્ટ ઝોનમાં રહેનારા શિક્ષકો કે કર્મચારીઓને શાળાએ જવાની મંજુરી આપવામાં આવી નથી. જ્યારે જે શાળાઓનો ઉપયોગ ક્વારંટાઈન સેંટર તરીકે થયો હતો તેને પણ ખોલતા પહેલા સારી રીતે સેનેટાઈઝ કરવાના નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ શાળાઓને હાઈપોસ્લોરાઈડ સોલ્યૂશનથી સેનેટાઈઝ કરવાના નિર્દેશ પણ થયો છે.