પીટીઆઈ, નવી દિલ્લી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે જણાવતા કહ્યું કે, આ નીતિમાં વાંચવા કરતા શિખવા પર ભાર ધ્યાન આપવામાં આવશે અને પાઠ્યપુસ્તકના અભ્યાસ સિવાયની પ્રવૃત્તિઓ પર પણ વધારે મહત્વ અપાશે. આ શિક્ષણ નીતિમાં પ્રક્રિયા કરતા વધારે કાર્ય પ્રત્યેનો જુસ્સો, વ્યાવહારિકતા અને પ્રદર્શન પર ભાર મુકવામાં આવ્યું છે. આ શિક્ષણ નીતિ, સરકારની શિક્ષણ નીતિ નથી. દેશની શિક્ષણ નીતિ છે. જેવી રીતે વિદેશ નીતિ દેશની નીતિ હોય છે, રક્ષા નીતિ દેશની નીતિ હોય છે તેવી જ રીતે શિક્ષણ નીતિને પણ દેશની નીતિ ગણવાની પ્રધાનમંત્રી એ દેશની જનતાને હાંકલ કરી છે.
મોદીએ આ વિષયમાં વધુમાં કહ્યું કે દેશની ઈચ્છાઓ અને અપેક્ષાઓને પૂર્ણ કરવા માટેનું વર્મતમાન સમયમાં મહત્વપૂર્ણ માધ્યમ શિક્ષણ નીતિ અને શિક્ષણ વ્યવસ્થા છે એનાથી કોઈ અજાણ નથી. શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી સાથે કેન્દ્ર, રાજ્ય સરકાર, સ્થાનીક તમામ એકમો સંકળાયેલા હોય છે. વડાપ્રધાન કહ્યું કે વર્તમાન શિક્ષણ નીતિમાં સરકાર, તેમની દખલગીરી, તેમનો પ્રભાવ નહીવત પ્રમાણમાં હશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી માતા પિતાની ફરિયાદ અને સમાજના ચિંતકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, અમારા બાળકો બેગ અને બોર્ડની પરીક્ષાઓના ભાર તેમજ પરિવાર અને સમાજ હેઠળ દબાઈ ગયા છે. આ નવી શિક્ષણ નીતિમાં આ સમસ્યા પર અસરકારક રીતે ધ્યાન આપવામાં આવ્યું છે. મોદીએ દેશની નીતિ ગણાવેલી શિક્ષણ નીતિનો લોક સમુદાયોમાં કેવો પ્રત્યાઘાત પડશે અને લોકનિર્ણય છો હશે એ જોવું રહ્યું