દિલ્લી : નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) એ કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો હેઠળ આવતા 16 પ્રકારની નેશનલ લેવલની સ્કોલરશિપ માટે પોર્ટલ એક્ટિવ કરી દીધું છે. જે વિદ્યાર્થીઓએ 10મા-12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી હોય તેઓ આ નેશનલ સ્કોલરશિપ્સ માટે અરજી કરી શકે છે.
મોટાભાગની સ્કોલરશિપ્સ મેટ્રિક લેવલની જ છે. વિદ્યાર્થીઓ NSP પોર્ટલ scholarships.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. વિવિધ મંત્રાલયે સ્કોલરશિપ સ્કીમ બહાર પાડી છે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનામાં રસ હોય તેઓ પોર્ટલ પર તેની વિગતવાર ગાઇડ લાઇન્સ જોઈ શકે છે. વિદ્યાર્થીઓ, લાયકાત, શિષ્યવૃત્તિની રકમ, ડોક્યૂમેન્ટ્સ એપ્લિકેશન વગેરે સહિત તમામ જાણકારીઓ ગાઇડ લાઇન્સમાંથી જોઈ શકાય છે.
નેશનલ સ્કોલરશિપ સ્કીમ્સ અને અરજી કરવાની છેલ્લી તારીખ
સ્કોલરશિપ સ્કીમ્સ | છેલ્લી તારીખ |
પ્રિ-મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ્સ ફોર માઇનોરિટીઝ | 31 ઓક્ટોબર, 2020 |
પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ્સ ફોર માઇનોરિટીઝ | 31 ઓક્ટોબર, 2020 |
મેરિટ કમ મિન્સ સ્કોલરશિપ ફોર પ્રોફેશનલ એન્ડ ડેક્નિકલ કોર્સિસ | 31 ઓક્ટોબર, 2020 |
પ્રિ-મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ્સ ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટીઝ | 31 ઓક્ટોબર, 2020 |
પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ્સ ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટીઝ | 31 ઓક્ટોબર, 2020 |
સ્કોલરશિપ ફોર ટોપ ક્લાસ એજ્યુકેશન ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટીઝ | 31 ઓક્ટોબર, 2020 |
ટોપ ક્લાસ એજ્યુકેશન સ્કીમ્સ ફોર SC સ્ટુડન્ટ્સ | 15 ઓક્ટોબર, 2020 |
ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ફોર એજ્યુકેશન ઓફ ધ વોઇસ ઓફ પોસ્ટ મેટ્રિક | 31 ઓક્ટોબર, 2020 |
નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ | 15 ડિસેમ્બર, 2020 |
સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ સ્ટુડન્ટ્સ | 31 ઓક્ટોબર, 2020 |
પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમ ફોર સેન્ટ્રલ આર્મ પોલિસ ફોર્સિસ | 31 ઓક્ટોબર, 2020 |
પ્રાઇમ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમ ફોર RPF | 31 ઓક્ટોબર, 2020 |
NEC મેરિટ સ્કોલરશિપ | 31 ઓક્ટોબર, 2020 |
નેશનલ ફેલોશિપ એન્ડ સ્કોલરશિપ ફોર હાયર એજ્યુકેશન ઓફ SC સ્ટુડન્ટ્સ | 31 ઓક્ટોબર, 2020 |
ભારતીય સરકારના બધા જ જુદા જુદા મંત્રાલયે બધી સ્કોલરશિપ્સ યોજનાઓ જાહેર કરી દિધી છે. તેમાં લઘુમતી બાબતોનું મંત્રાલય, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, આદિજાતિ બાબતોનું મંત્રાલય, RPF/RPSF રેલવે મંત્રાલય વગેરેનો સમાવેશ થાય છે.