છેલ્લા બે દિવસથી પડતાં અવિરત વરસાદના કારણે ગુજરાતના ચેરાપુંજી ઓળખાતા ડાંગ જીલ્લામાં અનેક બ્રીજ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ડાંગ જિલ્લામાં બે-ત્રણ દિવસ દરમિયાન મેઘ તાંડવ યથાવત છે. શનિવાર સાંજે 6 વાગ્યાથી રવિવારે 4 વાગ્યા દરમીયાત 24 કલાકમાં આહવામાં 84 એમ.એમ. વઘઈમાં 3.6, 136 mm 5.44 ઇંચ સાપુતારામાં, સુબીરમાં 68 mm 2.7 ઇંચ, આમ 91 mm 3.6 ઇંચ વરસાદ વરસ્યો હતો અને હાલમાં પણ મળતી માહિતી મુજબ ધોધમાર વરસાદની સ્થિતિ યથાવત છે. વરસાદના કારણે જિલ્લાની અંબિકા ખાપરી અને પૂર્ણાં નદી બે કાંઠે વહેવા લાગી છે.
ડાંગના વઘઈ, સાપુતારા ખાતે વરસાદી માહોલ કારણે આખો દિવસ ધૂમસિયો વાતાવરણ રહેતા પ્રવાસીઓને આ નજારો જોવાની અનેરી મજા માણી રહ્યા છે. તથા જિલ્લાના ઘણા ધોધ પડવાનાં શરુ થઇ ગયા હોવાથી ખુબ જ રમણીય દ્રશ્યો જોય શકાય છે ખેડૂતોમાં પણ આનંદો ની લાગણીઓ છવાઇ છે