છેલ્લા ૪૮ કલાકમાં કોરોના પોઝિટિવ નવા ૨૨૧૪ કેસ ગુજરાતમાં નોંધાયા છે જ્યારે સારવાર હેઠળના કુલ ૩૯ દર્દીઓના આ સમયગાળામાં મૃત્યુ થયાં છે. બે દિવસમાં કુલ ૧,૦૧,૭૭૭ ટેસ્ટ થયા હતાં. આને પગલે કુલ ટેસ્ટનો આંક વધીને ૧૩,૧૨,૮૨૯ થયો છે.આ મુજબ કેસનો આંક ૭૮૭૮૩ સુધી પહોંચ્યો ગયો છે. અલબત્ત, બે દિવસમાં ૧૦૯૪ સાથે કુલ ૬૧,૪૯૬ દર્દી ડિસ્ચાર્જ થતાં રાજ્યનો રિવકરી રેટ ૭૮.૦૬ ટકાને પાર થયો છે. એ પણ ધ્યાન લેવા જેવું છે કે દિવસે દિવસે મૃત્યુ આંકમાં પણ સતત વધતો રહી ૨૭૮૭ સુધી પહોંચ્યો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૫૦૦ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે જ્યારે બાકીના ૧૪૧૮ સ્ટેબલ થયા છે.

રાજ્યમાં બે દિવસ દરમિયાન સૌથી વધારે કેસ સુરતમાંથી ૪૬૨ ઉમેરાયા છે જ્યારે ૧૭ દર્દીઓના કોવિડ સંક્રમણને લઇ મૃત્યુ થયા છે. એમાં શનિવારે ૨૩૪ કેસ અને કુલ નવ દર્દીના મૃત્યુ તેમજ રવિવારે વધુ ૨૨૮ કેસ અને ૮ દર્દીના મૃત્યુનો સમાવેશ કરી શકાય. અમદાવાદમાં કુલ ૩૨૬ કેસ અને સાત દર્દીના મરણ નોંધાયા છે એમાં શનિવારે ૧૬૨ કેસ તથા ત્રણ દર્દી તથા રવિવારે નવા ૧૬૪ કેસ તથા ચાર દર્દીના મૃત્યુ નોંધાયા છે.

વડોદરામાં કુલ ૨૧૫ કેસમાં શનિવારે ૧૦૭ કેસ અને બે દર્દી તેમજ રવિવારે ૧૦૮ કેસ અને એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં કુલ ૫૮ નવા કેસ નોંધાયા છરાજકોટમાં બે દિવસમાં જ કુલ ૧૯૪ નવા કેસ ઉમેરાયા છે. જામનગરમાં નવા ૧૧૪ કેસ, ભાવનગરમાં ૬૨ કેસ અને બે દર્દીના મૃત્યુ તેમજ જૂનાગઢમાં ૬૧ કેસ તથા એક દર્દીના મૃત્યુની ખબર સામે આવી છે. આ સિવાય ગીર સોમનાથ અને મોરબીમાં ૨-૨, કચ્છ, મહેસાણા અને પાટણમાં એક એક દર્દીના મૃત્યુ કોવિડથી થયા હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય જિલ્લાઓમાં જોઇએ તો છેલ્લા બે દિવસમાં સૌથી વધુ કેસ પંચમહાલ જિલ્લામાંથી કુલ ૮૮ કેસ નોંધાયા છે. જ્યારે મોરબીમાં કુલ બાવન કેસ નોંધાયા હતા. અમરેલી જિલ્લામાં ૫૫ કેસમાં શનિવારે ૩૦ કેસ ઉમેરાયા હતા.  કચ્છ જિલ્લમાં શનિવારે ૨૯ અને રવિવારે ૩૧ મળી કુલ ૬૦ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં ૫૪ કેસમાં રવિવારે ૩૦ નવા નોંધાયા છે.સોમનાથમાં ૩૬ કેસ બે દિવસમાં ઉમેરાયા, જ્યારે દાહોદ જિલ્લામાં ૪૩ કેસ નોંધાયા છે. મહેસાણામાં ૩૮ કુલ કેસ, પાટણમાં ૨૫ કેસ, સુરેન્દ્રનગરમાં ૨૧ કેસ, ખેડામાં ૨૮ કેસ, બનાસકાંઠામાં ૩૦ કેસ બે દિવસમાં નોંધાયા છે. નવસારીમાં ૨૫ કેસ, પોરબંદરમાં ૨૦ કેસ, આણંદમાં ૧૭ કેસ, બોટાદ ૧૫, વલસાડ ૧૩, છોટાઉદેપુર ૧૧, દેવભૂમિ દ્વારકા ૨૧ કેસ, અરવલ્લી ૭, તાપી ૭, મહીસાગર ૧૧ કેસ, નર્મદા ૧૦ કેસ જાહેર થયા છે.