વાંસદા: હાલમાં વાંસદા તાલુકા હત્યા અને અને આપઘાતના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવવા લાગ્યા છે ગતરોજ પણ વાંસદાના રવાણીયા ગામની યુવાન પરણીતાએ ભેદી સંજોગોમાં પીપલખેડ ગામના ડુંગર પર જઈ ઉમરાના વૃક્ષ સાથે ઓઢણી બાંધી આપઘાત કરી લેવાની ઘટના બહાર આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે
Decision News મળેલી માહિતી પ્રમાણે વાંસદાના રવાણીયા ગામના રોંધા ફળિયા ખાતે રહેતી ૨૪ વર્ષીય પરણીતા હીના જોરાવરસિંહ રોંધા મંગળ વારે રાત્રે પોતાના ઘરે કહ્યા વગર કયાંક નીકળી ગઈ હતી જેથી પરીવારજનોએ ગામમાં તથા સગાં સંબધીઓને ત્યાં તપાસ આદરી હતી પણ તેના કોઈ સમાચાર સાંપડયા ન હતા ત્યાર બાદ ગુરુવારે વાંસદા તાલુકાના પીપલખેડ ગામના ગાંડવળે ડુંગર પર ઉમરાના વૃક્ષની ડાળી સાથે ઓઢણી વડે કોઈ અગમ્ય કારણો સર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી.
વાંસદા પોલીસ અને ગ્રામજનોની મદદથી લાશને નીચે ઉતારવામાં આવી હતી અને વાંસદાના કોટેજ હોસ્પિટલમાં PM માટે લાશને ખસેડવામાં આવી હતી. હિનાના પતિ જોરાવરસિંહ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ આપઘાતના કારણો તપાસવા વાંસદા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

