વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ભીનાર ગામના કાજીયા ફળિયા ખાતે વાંસદા ઉનાઈ રોડ ઉપર ઇક્કો ગાડીનો ચાલક પોતાની ગાડી પુરપાટ ઝડપે હંકારી લાવી રોંગ સાઈટમાં ઉનાઇ તરફથી આવતી મોટર સાઈકલ સાથે અથડાવતા ગંભીર  જીવલેણ અકસ્માત થયો હતો.

મળેલી માહિતી મુજબ આ અકસ્માતમાં વાંસદાના ચંપાવાડીમાં રેહતા મોટર ચાલક હાર્દિક એમ. ઠાકોરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું અને તેમની પાછળ બેસેલા વાંસદાના મોગરાવાડીના જીગ્નેશગીરી ગોસ્વામી, છગનગીરી ગોસ્વામી નામના મિત્રોને પણ ગંભીર ઈજાઓ થઇ હતી. હાલમાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આ બંને યુવાનોને વાંસદા કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક ઉપચાર કરી વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

આ અકસ્માતની ઘટના અંગે મૃતકના પિતા મનોજ મનુભાઇ ઠાકોરએ ઇક્કો ગાડી ચાલક વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં વાંસદા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.