દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

સોનગઢ: સોનગઢ તાલુકાના દુમદા ગામે ઝાડ ફળિયા નજીક રાજેશભાઈ જયંતીભાઈ ગામીત પર ગત 9 એપ્રિલના રોજ  ખેતરમાં મોટર ચાલુ કરવા ગયેલા અને રાતે ફરત ન ફરેલા રાજેશભાઈની લાશ 11 એપ્રિલે વ્યારના ખાનપુરની સીમમાં પસાર થતી નદી ઉપર આવેલા અન્ડર બ્રીજ પાસે પાણીમાંથી મળતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે તા. 9 એપ્રિલના રોજ રાતના રાજેશભાઇને ગુરજીભાઇ ઉર્ફે ગુલાબ ગામીતે ફોન કરીને ઝાડપાટીની સીમમાંથી પસાર થતી ઉકાઇ ડાબા કાંઠા નહેર પાસે બોલાવ્યો અને ત્યાં જયેશ ગામીતે પાઉલ તથા જયદિપએ કુહાડીથી રાજેશભાઇના માથાના પાછળની ભાગે બે ઘા તથા ગળાના ભાગે બે જીવલેણ ઘા મારી હત્યા કરી નાંખી હતી અને મૃતદેહને ઉકાઇ ડાબા કાંઠા નહેરના પાણીમાં ફેંકી મૃતક મોપેડ બાઈક વાઘનેરા ગામે ખેતરમાં મુકી દીધી હતી.

11 એપ્રિલે વ્યારના ખાનપુર નદી અન્ડર બ્રીજના પાણીમાંથી લાશની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પોહચી હતી અને બનાવની તપાસ કરી હતી મૃતક પીએમ રિપોર્ટ 23 મે રોજ વ્યારા પોલીસને આપવામાં આવ્યો હતો જે અનુસાર મૃતકને કોઈએ હથિયાર વડે માથાના અને ગળાના ભાગે જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું બહાર આવ્યું છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૈથુબેન નામની મહિલાની વહુ સાથે રાજેશભાઈને આડા સંબંધ હતા વારંવાર આ સંબધ ન રાખવા જણાવ્યા છતાં બંને વચ્ચે સંબંધ ચાલુ હોવાથી બન્ને પક્ષો વચ્ચે અવાર-નવાર ઝઘડો થતાં હતા. ત્યાર બાદ મૈથુબેન દ્વારા ગામના જ ગુલાબ, જયેશ, પાઉલ અને જયદિપ નામના યુવાનોને રાજેશની હત્યા તેની વિધવા પ્રેમિકાની સાસુએ 3 લાખની સોપારી આપી હતી. આ હત્યા કેસમાં હાલ પોલીસ દ્વારા સોપારી આપનાર સાસુ સહિત અન્ય 4ની અટક કરવામાં આવી છે. જયારે પાઉલ નામના વ્યક્તિને વ્યારા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હોવાની જાણકારી છે.