દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ડેડીયાપાડા: છેલ્લા ઘણાં સમયથી નેત્રંગથી ડેડિયાપાડા હાઇવે પર આવેલા અરેઠી ગામના સ્ટેશન પાસે ખાડા પડયા હતા લોકોની રજુવાતો કરવામાં આવી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોવાથી અહી બનતા અકસ્માતોના રોજના બનાવો અટકાવવા એક ખેડૂતે પોતાના સ્વખર્ચે હાઇવે પર પડેલા ખાડાઓનું સમારકામ કરાવ્યાની વાતો સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ છેલ્લા ઘણાં સમયથી નેત્રંગથી ડેડિયાપાડા હાઇવે પર આવેલા અરેઠી ગામના સ્ટેશન પાસે ખાડા પડયા હોવાના કારણે અકસ્માત થવાની ઘટના અહી રોજ બનતી હતી. ખાડાની ઊંડાઈ ત્રણેક ફુટ કરતાં પણ વધુ હોવાથી અજાણ્યાં બાઈક કે ફોર વ્હીલર ચાલકો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની વણઝાર લાગી છે.

હાઇવે તંત્ર દ્વારા કરવાનું કામ પોતાના સ્વખર્ચે કરતાં રોડની પાસે વસવાટ કરતા ખેડૂત રાયમલ વસાવા જણાવે છે કે અહીં પડેલા આ ખાડા કારણે 24 કલાકની અંદર કોઈ અજાણ્યો બાઇક ચાલક સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી પડયો ન હોઈ એવું આજ સુધી બન્યું નથી. તંત્ર પાસે આશા રાખવી ઠગારી છે. હવે રોજ થતાં અકસ્માત જોવાતા નથી, આખરે કંટાળીને ગામમાંથી મૂજુરો કરી મારા ખર્ચે પુરાણ કરાવ્યું છે તંત્રેએ કરવાનું કામ પણ સામાન્ય વ્યક્તિએ કરવાનું હોઈ તો તંત્ર શું કામનું !