અનાવલ: આજ રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ વલ્લભ આશ્રમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક હોલ ૨૦ થી ૨૫ રૂમ સાથે સાથે જમવા ચા પાણી નાસ્તો અને ટ્રસ્ટ દ્વારા બનતી તમામ પ્રકારની સુવિધા આપવાણી જાહેરાત મંડળના મેનેજર શંકરભાઈ માહલા અને ટ્રસ્ટી ઠાકોરભાઈ અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ કોરોનાના આ કપરા કાળમાં માનવ સેવામાં મદદરૂપ થાય એવી આઇસોલેશન હોલ અને રૂમની સુવિધા વલ્લભ આશ્રમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવી હતી જ્યાં આજે પ્રોગ્રામ ઓફિસર અને જિલ્લા પંચાયત ઇન્ચાર્જ ડો. ભાવેશભાઈ, પી.એચ.સી વહેવલ ડો. હિમાંશુભાઈ. બી પટેલ, આરોગ્ય કર્મચારી ચિરાગભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી સુભાષભાઈ ગામીત, અનાવલ ગ્રામ પંચાયતના સરપંચશ્રી મંજુલાબેન જી.પટેલ, જિલ્લા પ્રભારી જીતુભાઈ એમ. પટેલ, તલાટીકમ મંત્રી, મહુવાના મામલદારશ્રીની મુલાકાત લઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરને ઓક્સિજન અને વેન્ટીલેટરની કયા પ્રકારની સુવિધા હશે તેમ મીડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાના અધિકારીઓને જરૂરિયાત મુજબની રજુવાત કરી ઓક્સિજન અને વેન્ટીલેટર માટે સગવડતા ઉભી કરવામાં આવશે. બાદમાં પ્રોગ્રામ ઓફિસર ડોકટર હિમાંશુભાઈ સરપંચશ્રી અને ઉપસ્થિત મહેમાનોએ ટ્રસ્ટનો આભાર પણ માન્યો હતો.











