દિલ્લી: વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેર અને તેના પગલે આપેલા આંશિક લોકડાઉન અને નાઈટ કર્ફયુથી બેરોજગારીના સામનો કરતા ગરીબોને મે અને જૂન મહિનાનું રાશન મફત આપવાની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
મળેલી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો હાલમાં જે મોદી કેબીનેટમાં કોરોનાની વિકટ પરિસ્થિતિમાં મદદરૂપ થવા દેશના 80 કરોડ ગરીબોને મે અને જૂન મહિનાનું દર વ્યક્તિએ 5 કિલો રાશન મફત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી તેઓ કોરોનાના કપરા કાળનો સામનો કરી શકે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો કે કોરોના કાળમાં પ્રતિબંધો દરમિયાન કોઈપણ ગરીબને રાશનની કમીનો સામનો ન કરવો પડે. સરકારના આ નિર્ણયથી અંદાજ લગાવી શકાય કે આવનારા બે મહિના પ્રતિબંધો પણ લગાવવામાં આવી શકે છે.











