આજ રોજ સોનગઢ તાલુકા કચેરીમાં આદિવાસીના વર્ષોથી વણ ઉકેલાયેલા પ્રશ્નો માટે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સોનગઢ દ્વારા મામલતદાર આવેદનપત્ર અપાયું હતું આજે સરકાર આદિવાસી ઉત્થાન માટે નવી નવી યોજનાઓ નવા નવા પ્રોજેક્ટો હાથ ધરી રહીછે ત્યારે સોનગઢ તાલુકાના સ્થાનિક આદિવાસીઓની સમસ્યાઓનો હાલ હજુ સુધી જવાબદાર અધિકારીઓ લાવી શકયા નથી જેના કરને લોકોમાં ઉગ્ર રોસ ભભૂકી ઉઠયો છે
તેમની સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે સ્થાનિક આદિવાસીની સ્થિતિ આજે પણ પુરતા પ્રમાણમાં સુધારી નથી અને તેમાં છતાં BPL કાર્ડ ધારકોના કાર્ડ APL સરકારી તંત્ર દ્વારા કરી નાખવામાં આવ્યા છે જેમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવે. બીજુ વિધવા બહેનોને વિધવા સહાય યોજના માટે જે ખુબ જ લાંબી પ્રક્રિયા કરવાની રહે છે.તે સરળ કરવામાં આવે
સ્થાનિક વિસ્તારોમાં આવેલા જંગલો આદિવાસી લોકોની અથવા વર્ષોથી રહેતા રહેણાંકની સંપતિ છે જેને ખાનગી કંપનીઓના હાથમાં ન સોપવામાં આવે અને આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામસભાના નીતિનિયમો અને નિર્ણયોને માનવામાં આવે. પેસા એક્ટ અનુસાર જળ-જંગલ-જમીન અંગે ગ્રામ સભા પાસે નિર્ણય લેવા માટેનો અધિકાર હોય.
આદિવાસીની જમીનના કાયદાઓમાં નવા-નવા સંશોધન કરી તેને હળવા ન બનાવવામાં આવે. ૨૦૦૬ જંગલ જમીન કાયદા હેઠળ ખેડ કરતાં ખેડૂતોને રોકવામાં ન આવે વગેરે. આવા તમામ સવાલોનો જવાબો સ્થાનિક આદિવાસી વર્ષોથી માંગી રહ્યા છે પરંતુ સરકારના અને સરકારી જવાબદાર આધિકારીઓમાં કાર્ય કરવાના વલણોમાં અને કાર્ય કરવાની ઈચ્છા શક્તિનો આભાવ જોવા મળે છે. પણ હવે જો આ પ્રશ્નોનો નિકાલ નહિ થાય તો આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ અને સ્થાનિક લોકો મળીને ગાંધી ચીધ્યા માર્ગે ઝુંબેશ શરુ કરવામાં આવશે એવો લોક નિર્ણય છે.એવું સુત્રોનું કહેવું છે.