નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં કોરોના જેટ વિમાનની ગતિએ આગળ વધી રહ્યો છે આ સંજોગોમાં ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને નવસારી જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવ સારવાર આપી શકાય એમ ન હોવાથી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરી શકાય એમ નથી.
આરોગ્ય વિભાગના આંકડાઓ અનુસાર વાત કરીએ તો પાછલા ઘણા દિવસથી દરરોજ નવા કેસ 40 થી વધુ ઉપર નોંધાઇ રહ્યા છે, જે આંકડો બુધવારે વધીને નવા 58 કેસો નોંધાયા છે. એ સંજોગોમાં નવસારી જિલ્લામાં કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલો ફૂલ છે, તેને કારણે નવા દર્દીઓને સારવાર આપવાનું એમ પણ મુશ્કેલ જ હતું, તેમાં વળી હવે ઓક્સિજનની અછતને કારણે ગંભીર સ્થિતિ ઘરાવતા દર્દીઓને સારવાર આપવાનું મુશ્કેલ બન્યું છે.
નવસારીની હોસ્પિટલોને દરરોજ 2400 ઓક્સિજન બાટલાની જરૂરુરીયાત સામે ફક્ત 1200 થી 1400 બાટલા વપરાસ માટે મળે છે. આ મુદ્દે હોસ્પિટલોના સંચાલકોએ કલેક્ટરને વારંવાર રજુઆત કરી હોવા છતાં ઓક્સિજનનો પુરવઠો પૂરતો મળે એવો બંદોબસ્ત કરવામાં તેઓ સદંતર નિષ્ફળ ગયા છે. વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં તંત્ર બહેરુ બનીને મોતનો તમાસો જોતું રહ્યું છે. નવસારીની ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોવિડના દર્દીઓની સારવાર કરવામાં પડતી મુશ્કેલી અંગે પત્રકાર પરિષદ બોલાવી હતી જેમ આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

