IPL: આઇપીએલની પ્રથમ મેચ જીતનારી પંજાબ કિંગ્સ અને દિલ્લી સામે પ્રથમ મુકાબલો હારનારી ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે આજે Wankhede Stadium માં મુકાબલો થશે. ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નાઈ સુપરકિંગ્સ પહેલી મેચમાં દિલ્લી સામે 188 રનનો મોટો સ્કોર કરવા છતાં પણ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ હારી ગઈ હતી. જ્યારે રાહુલના નેતૃત્વ હેઠળની પંજાબ કિંગ્સ પણ 221જંગી સ્કોર મૂકીને પણ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ માંડ ચાર રને જીતી શકી હતી.

ચેન્નાઈ સુપર કિંગ માટે સારી વાત એ છે કે કેપ્ટન ધોની પહેલી મેચમાં નિષ્ફળ ગયો હોવા છતાં પણ સુરેશ રૈના, મોઇન અલી, સામ કરન, રવિન્દ્ર જાડેજાએ ઉપયોગી પ્રદાન આપતા તે જંગી સ્કોર કરી શક્યું હતું. પણ તેની બોલિંગ લાઇનઅપ આ સ્કોરનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ હતી.હવે આજની મેચ જીતવા માટે ચેન્નાઈ સુપરકિંગ્સ કઈ રણનીતિ અપનાવશે છે તે સાંજે 7:00 વાગે જોવા મળશે.

બીજી બાજુએ પંજાબ કિંગ્સ માટે જોઈએ તો કેપ્ટન રાહુલનું ફોર્મ જોતા બેટિંગ તેમના માટે ચિંતાનો વિષય નથી. દીપક હુડા પણ શાનદાર ફોર્મમાં છે. પહેલી મેચમાં કેપ્ટન રાહુલ અને હૂડાએ તોફાની બેટિંગ કરી હતી. પણ પંજાબ માટે ચિંતાનો વિષય તેમની બોલિંગ છે. પહેલી મેચમાં એક સમયે સેમ્સન તેમના હાથમાંથી રીતસરની મેચ ખેંચી જ ગયો હતો. ફક્ત ચાર રન માટે તેનો 5નો ટૂંકો પડયો હતો. રાહુલ સ્વાભાવિક રીતે કેપ્ટન તરીકે બોલરોના પર્ફોર્મન્સથી ખુશ નહીં જ હોય.

સંભવિત ટીમ:ચેન્નાઈઃ મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), અંબાતી રાયડુ, કેએમ આસિફ, ડ્વાઇન બ્રેવો, દીપક ચહર, ડુ પ્લેસિસ, ઇમરાન તાહિર, નારાયણન જગદીશન, કરણ શર્મા, લુંગી એન્ગિડી, મિચેલ સાંતનેર, આર સાઇ કિશોર, રવિન્દ્ર જાડેજા, રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, સામ કરન શાર્દુલ ઠાકુર, સુરેશ રૈના, મોઇન અલી, ક્રિષ્નપ્પા ગૌધમ, ચેતેશ્વર પૂજારા, હરિશંકર રેડ્ડી, હરિ નિશાંત, ભગત વર્મા

પંજાબ કિંગ્સઃ કેએલ રાહુલ (કેપ્ટન), અર્શદીપસિંઘ, ક્રિસ ગેઇલ, ક્રિસ જોર્ડન, દર્શન નલકાંડે, દીપક હૂડા, હરપ્રીત બ્રાર, ઇશાન પોરેલ, મનદીપસિંઘ, મયંક અગરવાલ, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન, નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, સરફરાઝ ખાન, ડેવિડ મલાન, જાય રિચાર્ડસન, શાહરુખ ખાન, રિલી મેરિડિથ, મોઇઝિક હેનરિક, જલજ સકસેના, ઉત્કર્ષ સિંઘ, ફેબિયન એલન, સૌરભ કુમાર