પ્રતિકાત્મક ફોટાગ્રાફસ

વલસાડ:  ગતરોજ ધરમપુરમાં પ્રાંત અધિકારી કેતુલ ઇટાલિયાની અધ્યક્ષતામાં કોરોના કેસો સામે સાવચેતીના પગલાં અંગે શાકભાજી અને કરીયાણાના વેપારીઓ, હોટલ સંચાલકો, પૂજારીઓની બેઠકમાં પ્રાંત અધિકારીએ વેક્સિનસ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.

યોજાયેલી બેઠકમાં પ્રાંત અધિકારીએ વેક્સીનેશન લેનારાઓની માહિતી લઈ બાકી રહેનારાઓને તાકીદે વેકસીન લેવા માટે અનુરોધ કર્યો હતો. મામલતદાર એચ.એ.પટેલ, PSI એ.કે.દેસાઈ, TDO એચ.બી.પટેલ, સીઓ મિલન પલસાણા, પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, આરોગ્ય વિભાગની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયાએ શાકભાજી/કરીયાણા વેપારી, હોટલ સંચાલકોને અગામી મંગળવારે મેરેજ હોલ તથા સાયન્સ સેન્ટરમાં વેકસીન કેમ્પ આયોજન કરી વેકસીન લઇ પોતાની તથા સહકર્મી કોરનાથી બચાવવા અપીલ કરવામાં આવી

ધરમપુર પ્રાંત અધિકારીએ આ ઉપરાંત જણાવ્યું સોમવારના હાટબજારમાં છુટા બેસાડવા અને માસ્ક/સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવું જોઈએ.