દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોમ્પ્યુટરના શિક્ષક શંકર પટેલ અને અજિત શેખ નામના શિક્ષકો દ્વારા જરૂરિયાત મંદ આદિવાસી વિસ્તારના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું બેઝિક અને ટેલી સહિતનું જ્ઞાન નિઃશુલ્ક આપવાની પહેલ કરવામાં આવી છે

ધરમપુરના આદિવાસી વિસ્તારમાં રહેતા અને ધો.10, 12 અને કોલેજમાં અભ્યાસ કરતા યુવા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ મળી રહે તે માટે મુંબઇ અને ધરમપુરની સ્થાનિક સંસ્થાના સાહયોગથી તમામ વિદ્યાર્થીઓને હાલ બેઝિક શિક્ષણ આપવાનો નિર્ણય આ પહેલનો મુખ્ય હેતુ રાખ્યો છે.

આ પહેલ હેઠળ અંતર્ગત શિક્ષકોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સેન્ટરમાં પ્રવેશ લેવા કોમ્પ્યુટર કોર્ષની ફીના 10% રૂપિયા લેવામાં આવે છે. જે પછી થી કોર્ષ પૂર્ણ થતા ફી પરત કરી દેવામાં આવશે. આમ થશે તો  કરવાથી વિદ્યાર્થીને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન મળશે અને વિદ્યાર્થીએ ફીના રૂપિયા ભર્યા હોવાના કારણે વિદ્યાર્થીની ગેરહાજર ઓછા રહેશે છે. જે કોપ્યુટર કોર્ષ માટે શહેરી વિસ્તારોમાં રૂ. પાંચ હજારથી લઇ દસ હજાર શીખવામાં આવે છે. તે જ્ઞાન આ શિક્ષકો ફ્રીમાં શીખવી રહ્યાં છે.

આ અનોખો પ્રયાસ કોમ્પ્યુટરના શિક્ષક શંકરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેઓએ સ્થાનિક સંસ્થાઓ સાથે તેમની ટીમ રેઈન્બો વોરીયર્સ ટીમ આવધા ગામના સાકાર કોમ્પ્યુટર ક્લાસે આ શિક્ષણની સુગંધ ફેલાવવાની પહેલ કરી છે.

 

 

by દિવ્યભાસ્કર