આપણે ત્યાં સામાન્ય રીતે ભુત પ્રેત ભગાડવા માટે જાદુટોળા કરવામાં આવતા હોય તો ક્યારે કે લોકોને ડરાવવા ધમકાવવા માટે પણ કાળી વિદ્યાનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ દેશમાં આસામ રાજ્યમાં એક એવું ગામ છે જ્યાં કાળી વિદ્યાના ગામ તરીકે જ ઓળખાય છે. ગામના લોકોની રોજગારીનું મુખ્ય સાધન પશુ પાલન કે ખેતી હોય છે. પરંતુ આસામના આ ગામની રોજગારીનું મુખ્ય સાધન જાદુ ટોણાં જ છે.
આસામનું માયોંગ ગામનો દરેક વ્યક્તિ જાદૂટોળાના વ્યવસાય કરે છે. ગૌહાટીથી ૪૦ કીમી દૂર આવેલા માયોગમાં ૧૦૦થી પણ વધુ જાદૂગરો રહે છે. આ ગામના જાદૂગરો વિશે એવું પણ માનવામાં આવે છે કે તેઓ હવામાં અલોપ થઇ જવાની કળા પણ જાણે છે. લોકો એમ માને છે કે તેઓ હિંસક પ્રાણીઓને પણ સંમોહન દ્વારા પાલતું બનાવી દે છે. એટલું જ નહી માણસને બકરી કે કુતરો જેવા પાલતુ પ્રાણી બનાવી દેવાની કળામાં પણ પાવધરા માનવામાં આવે છે.
આસામના આ રહસ્યમયી માયોંગ ગામના લોકો આજકાલથી નહી સદીઓથી જાદૂ ટોણાની વિધામાં પારંગત હોવાનું માનવામાં આવે છે.ગામના લોકો પેઢી દર પેઢી જાદૂઇ વિધાનું જ્ઞાન આપતા હોવાથી આ કળા જીવંત રહી છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચિન જમાનામાં રાજવીઓ માયાવી યુદ્ધથી દુશ્મનને પરાસ્ત કરવાની વિધા શીખવા આ ગામમાં આવતા હતા.
આ ગામના જાદુગરો ગૌહાટી શહેર પાસે નિલાંચલ પર્વતની ટોચ પર આવેલા કામાખ્યા દેવીના મંદિરમાં ખૂબ જ માને છે. અહીં એક મોટો મેળો ભરાય છે જેમાં દેશ ભરમાંથી અનેક તાંત્રિકો ભાગ લે છે. પબિત્રા સેન્ચ્યુરી પાર્ક નજીક આવેલા માયોંગ ગામની કેટલાક પ્રવાસીઓ કુતુહલ ખાતર મુલાકાત લે છે.

            
		








