પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં કોરોનાનાં કારણે દક્ષિણ ગુજરાતમાં મંદીનો માહોલ સર્જાયો છે. કોરોનાએ લોકોનાં ધંધા-રોજગારને ઘણાં અંશે પ્રભાવિત કર્યું છે. હાલમાં પણ સ્થાનિક સામાન્ય લોકો આ મુસિબતમાંથી સંપૂર્ણ બહાર આવી શક્યો નથી ત્યાં જ લોકોને મોંઘવારીની મારની એક વધુ સમસ્યા આવીને ઉભી રહી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાએ પહેલા જ લોકો માટે મુશ્કેલી વધારી દીધી છે, તેવા સમયમાં મોંઘવારી ઘા પર જાણે મીંઠું નાખવાનું કામ કર્યું છે. પેટ્રોલ, તેલ બાદ હવે શાકભાજીનાં ભાવમાં પણ તોતિંગ વધારો થઇ ગયો છે. આ ભાવ વધારાનાં કારણે સ્થાનિક લોકોઓનું બજેટ ખોરવાઈ છે. સમાજમાં દિન પ્રતિદિન મોંઘવારીનો સાપ ડંખ મારી રહ્યો છે.

હાલમાં જોઈએ તો જેમ જેમ ઉનાળાની સિઝન આગળ વધશે તેમ ભાવ વધવાની હજુ પણ વધે એવી શકયતા છે. પેટ્રોલ, તેલથી લઇને ગેસ પછી હવે શાકભાજી પણ મોંઘા થઇ ગયા છે. એક તરફ કોરોનાનું સંક્રમણ અને વધી રહેલી ગરમીમાં લીબુંનાં ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. હવે જોવું રહ્યું છે કે આ મુદ્દે સરકાર કોઈ નિર્ણય કરશે કે પ્રજા ?