વાંસદા: વાંસદા ચીખલી રોડ પર આવેલા ખડકાળા સર્કલની નજીક ટર્નિગ પાસે આજે સવારે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ આઈસર ટેમ્પો અને હોરનેટ બાઈકનો અકસ્માત થયો હતો જેમાં ત્રણેય બાઈક સવારો માથામાં લાગવાથી ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
ઘટના સ્થળ પર લીધેલી મુલાકાતમાં મળેલી માહિતી મુજબ સવારે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ આઈસર ટેમ્પો નંબર MH-01-CV-3631 અને કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો હોરનેટ બાઈક નંબર GJ-30-C-4411 લઇ અથડાયા હતા જેમાં આ ત્રણેય યુવાનોને માથામાં લાગ્યા હોવાના કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે તપાસના આધારે ખબર પડી કે આ ત્રણેય યુવાનો વઘઈ તાલુકાના ઘોડી, દગડી આંબા અને મલીન ગામોના છે. ત્રણેય સાથે અભ્યાસ કરતા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસ પોતાના કાફલા સાથે ઘટના સ્થળ પર આવી પોહચી હતી અને પોતાની તપાસની કાર્યવાહી આરંભી દીધી હતી પોલીસ દ્વારા યુવાનો પરિવારોનો સંપર્ક સાધવામાં આવ્યા છે આ ઉપરાંતની વધુ તપાસ હજુ કાર્યરત છે.