વલસાડ : વલસાડની સીટી પોલીસે દ્વારા મોગરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન ફળિયામાંથી જુગાર રમતા ૧૧ શકુનિઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ૧૧ આરોપીઓની ધરપકડ કરી જ્યારે ત્રણ ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી દીધા છે આ રેડમાં 38 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને મળેલી બાતમી પ્રમાણે પોલીસની ટીમ દ્વારા મોગરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન ફળિયાના છેવાડાના વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન તીન પત્તીનો જુગાર રમાઇ રહ્યો હતો એ વખતે ત્રાટકી હતી.
પોલીસને જોતાં જ શકુનિઓમાં નાશભાગ થઇ ગઇ હતી. પરંતુ પોલીસ પૂરી તૈયારી સાથે પહોંચી હોવાથી ૧૧ શકુનીઓ જુગાર રમતા રંગેહાથ પોલીસના હાથે પકડાઈ ગયા પરંતુ ત્રણ આરોપીઓ મોકાનો લાભ લઇને ફરાર થઇ ગયા. તેથી પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. આ રેડમાં ૩૮ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ૧૧ ધરપકડ કરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
ઝડપાયેલા શકુનિઓમાં બંકીમ યશવંતભાઇ તલાવીયા -મોગરાવાડી- વલસાડ, વિલાસભાઈ નાનાભાઇ પાટીલ- વલસાડ, દર્શનભાઈ ઉર્ફે કાળીયો સુરેશભાઈ નાયકા-વલસાડ, સંજયભાઈ રામકિશોર સીંગ- મોગરાવાડી-વલસાડ, સંજયભાઈ ગોવિંદભાઈ કુકણા પટેલ- મોગરાવાડી-વલસાડ, રાકેશભાઈ ઘન શ્યામભાઈ યાદવ- મોગરાવાડી -વલસાડ, અશ્વિનભાઈ નરોતમભાઇ પટેલ- મોગરાવાડી-વલસાડ, પ્રકાશભાઈ મહેશભાઈ કુકણા પટેલ- વલસાડ, હિરલભાઈ સુમનભાઇ પટેલ મોગરાવાડી -વલસાડ, આકાશ ચંદ્રભાન સહાની- વલસાડ, પ્રજ્ઞેશભાઈ પ્રવિણભાઈ પટેલ- વલસાડ વોન્ટેડ જાહેર આરોપીઓ- ગૌરવ મહેશભાઈ મિશ્રા મોગરાવાડી હનુમાન ફળીયા વલસાડ. ઉમેશભાઈ બાબુભાઈ પટેલ મોગરાવાડી હનુમાન ફળીયો વલસાડ, નિકુંજ સુરેશભાઈ પટેલ- મોગરાવાડી હનુમાન ફળીયા વલસાડ વગેરે.

