શિવસેનાએ અર્નબ ગોસ્વામી ચેટ લીક કેસમાં ભાજપ પર પ્રશ્ન ઉઠાવતા એક ગંભીર આરોપ મૂકયો છે. શિવસેનાએ સામાનામાં મોટા આરોપ લગાવતા લખ્યું કે એક તો પુલવામા માં આપણા સૈનિકોની હત્યા આ દેશાંતર્ગત રાજકીય ષડયંત્ર હતું. લોકસભા ચૂંટણી જીતવા માટે આ 40 જવાનોએ લોહી વહાવ્યું એવા આરોપો એ સમયે પણ લાગ્યા હતા. હવે અર્નબ ગોસ્વામીની વોટ્સએપ ચેટ બહાર આવી છે ત્યારે આ આરોપોને બળ આપનારી છે.
શિવસેનાએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંધિત અનેક ખાનગી વાતો ગોસ્વામીએ જાહેર કરી દીધી તેના પર ભાજપ તાંડવ કેમ કરતું નથી? ચીને લદ્દાખમાં ઘૂસીને હિન્દુસ્તાની જમીન પર કબ્જો કરી લીધો, ચીન પાછળ હટવા તૈયાર નથી તેના પર તાંડવ કેમ કરતી નથી? ગોસ્વામીને ગોપનીય માહિતી આપીને રાષ્ટ્રીય સુરક્ષાની ધજ્જીયાં ઉડાડનાર અસલમાં કોણ હતું? જરા ખબર પડવા દો! ગોસ્વામી દ્વારા 40 જવાનોની હત્યા પર આનંદ વ્યક્ત કરવો, આ દેશ, દેવ અને ધર્મનું જ અપમાન છે. સામનાએ ભાજપને આડે હાથ લેતા લખ્યું છે કે જે ભાજપ તાંડવના વિરોધમાં ઉભી છે તે ભારત માતાનું અપમાન કરનાર એ અર્નબ ગોસ્વામીના સંબંધમાં મોંમાં આંગળી દબાવીને ચૂપ કેમ બેઠી છે? હિન્દુસ્તાની સૈનિકોના શહાદનું અપમાન જે ગોસ્વામીએ કર્યું છે એટલું અપમાન પાકિસ્તાનીઓએ પણ કર્યું નહીં હોય.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની સહિત સુશીલ કુમાર શિંદે, સલમાન ખુર્શીદ અને ગુલામનબી આઝાદે પણ બુધવારના રોજ પત્રકાર પરિષદમાં આ મામલાની તપાસ કરાવા અને સરકારી ગોપનીયતા અધિનિયમની અંતર્ગત કર્યવાહી કરવાની માંગણી કરી છે. આખા કેસને દેશદ્રોહ જ ગણાવતા કોંગ્રેસ નેતાઓએ આ મુદ્દાને સંસદ સત્રમાં ઉઠાવાના સંકેત પણ આપ્યા છે. આ પ્રકરણમાં જે સચ્ચાઇ છે, તેને સરકારએ બહાર લાવવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.