ડાંગ: આધુનિક યુગમાં પણ ડાંગ જિલ્લાના જંગલોમાં સચવાયેલું પરંપરાગત વનઔષધિ અને જડીબુટ્ટીઓનું જ્ઞાન આજે પણ લોકો માટે આશાનું કિરણ બની રહ્યું છે. જિલ્લામાં એક દાદી દ્વારા સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવતા પરિવારોને જંગલની જડીબુટ્ટીઓ થકી મદદરૂપ થવાની સેવા ચર્ચામાં આવી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જે પરિવારોને સંતાન થવામાં સમસ્યા હોય તેમને આ દાદી જંગલની પરંપરાગત ઔષધિઓ આપે છે. અત્યાર સુધીમાં આશરે 24 થી 25 જેટલા પરિવારોએ આ સેવા અને જડીબુટ્ટીઓનો લાભ લીધો હોવાનું સ્થાનિક સ્તરે જણાવાઈ રહ્યું છે.

આ અંગે ડાંગના જ આદિવાસી યુવા આગેવાન મહેશ આહિરે જણાવ્યું હતું કે, ડાંગના જંગલોમાં આજે પણ પરંપરાગત વનઔષધિનું જ્ઞાન અને કુદરતી ધરોહર જીવંત છે. ડાંગની ધરતી અને જંગલની ઔષધિઓનું આ જ્ઞાન સમાજની અમૂલ્ય ધરોહર સમાન છે.

(નોંધ: DECISION NEWS આની પુષ્ટિ કરતુ નથી: પરંપરાગત અને લોકઔષધિ સંબંધિત કોઈ પણ ઉપચાર અપનાવતા પહેલાં લાયકાત ધરાવતા તબીબ કે નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ ગણાય છે.)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here