નવસારી: પોલીસ તંત્રમાં કેટલાક અધિકારીઓ એવા હોય છે જે માત્ર સરકારી ફરજ પૂરતી સીમિત ન રહેતા પોતાની નિષ્ઠા, સરળ કાર્યશૈલી અને લોકો સાથેના આત્મીય વ્યવહાર થકી જનમાનસમાં અનોખું સ્થાન બનાવી લે છે. નવસારી જિલ્લાના Dy.S.P. શ્રી એસ. કે. રાય સાહેબ પણ આવા જ એક અધિકારી તરીકે ઉભરી આવ્યા છે, જેમણે લોકો સાથે વિશ્વાસ અને આત્મીયતાનો મજબૂત સેતુ રચ્યો છે.
કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે સામાન્ય નાગરિકોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવી અને તેમને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવવો એ પોલીસની અગત્યની કામગીરી છે. રાય સાહેબના સીધા સંપર્ક અને સહકારભર્યા વલણને કારણે નવસારીના અનેક નાગરિકો તેમને માત્ર એક અધિકારી નહીં, પરંતુ પોતાના પરિવારના સભ્ય સમાન માને છે.
હાલ નવસારી જિલ્લાની જનતામાં એવી પ્રબળ લાગણી અને માંગણી ઉઠી છે કે Dy.S.P. એસ. કે. રાય સાહેબ નવસારીમાં જ રહીને પોતાની ફરજ અને જનસેવા આગળ ધપાવતા રહે. નાગરિકોના મતે હોદ્દો કે ફરજનું સ્થળ બદલાઈ શકે છે, પરંતુ લોકોના હૃદયમાં બનેલું સ્થાન અવિચળ રહે છે. આથી, નવસારીની સુરક્ષા અને લોકોના હિતમાં તેમનું યોગદાન અહીં જ જળવાઈ રહે તેવી જનતાની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.











