ખેરગામ/ચીખલી: ચિંતુબા હોસ્પિટલ ખેરગામના જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને લોકપ્રિય યુથલીડર ડૉ. નિરવ ભુલાભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વલસાડ અને નવસારી જિલ્લાના હજારો યુવાનો તથા વડીલોએ તેમને જન્મદિવસની ભાવભરી શુભકામનાઓ પાઠવી હતી.

આ ખાસ પ્રસંગે ખેરગામના નારણપોરના વતની અને સક્રિય આગેવાન એક્સ ઇન્ડિયન આર્મી જવાન મુકેશભાઈ દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીખલી તાલુકાના વંકાલ સ્થિત ‘માં વૃદ્ધાશ્રમ’ ખાતે રહેતા નિરાધાર તથા માનસિક દિવ્યાંગ વૃદ્ધો વચ્ચે કેક કાપીને તેમજ તેમને પ્રેમપૂર્વક ભોજન કરાવીને ડૉ. નિરવ પટેલનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

આ સેવાકાર્યમાં એક્સ આર્મી મુકેશભાઈ તથા તેમના ધર્મપત્ની પુષ્પાબેન, મનીષભાઈ, મુકેશભાઈ (તીઘરા), નિલયભાઈ, સોનુબેન, હાર્દિક, ભાવુ, કાર્તિક અને હિરેન સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયા આપતા ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું હતું કે,જેમની નજીક જતાં પણ લોકોને ચીડ ચડતી હોય છે તેવા નિરાધાર માનસિક દિવ્યાંગ વડીલોને જે પ્રેમ, હૂંફ અને મમતાથી સાચવી રહ્યા છે તે બદલ વૃદ્ધાશ્રમના સંચાલક રોહનભાઈ અને મહારાજ ખરેખર ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જે લોકો પોતાના કે પોતાના પરિવારના સારા પ્રસંગોએ કંઈક સત્કાર્ય કરવા ઈચ્છતા હોય, તેઓ મો. 96624 66554 પર સંપર્ક કરીને આ પવિત્ર સેવાકાર્યમાં સહભાગી બની શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here