કપરાડા: કપરાડા તાલુકાના પાનસ ખાતે આવેલ વનધન વિકાસ કેન્દ્રની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વનઆધારિત આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને સ્થાનિક આદિવાસી પરિવારો માટે રોજગારી તથા આજીવિકાની નવી તકો ઊભી કરવાના પ્રયાસોની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત ટાણે સંયુક્ત વન વ્યવસ્થાપન સમિતિ (JFMC) ના સભ્યો સાથે એક ખાસ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વનસંપદાના સંરક્ષણ, સ્થાનિક સંસાધનોના યોગ્ય અને ટકાઉ ઉપયોગ, નવી રોજગારીની તકોના નિર્માણ તેમજ વનવિસ્તારમાં વસતા પરિવારોના આર્થિક સશક્તીકરણ અંગે ઊંડાણપૂર્વક અને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

વનસંરક્ષણ અને જનભાગીદારીના સુભગ સમન્વયથી પર્યાવરણની સમતુલા જાળવવાની સાથે-સાથે સ્થાનિક આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને એક નવી દિશા મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે. વનધન વિકાસ કેન્દ્ર દ્વારા સ્થાનિકોને આત્મનિર્ભર બનાવી તેમના જીવનધોરણને ઊંચું લાવવાના વિવિધ આયોજનો પર પણ આ તકે ખાસ ભાર મુકાયો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here