વાંસદા/કપરાડા/ધરમપુર: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો માત્ર પોતાની કુદરતી સુંદરતા અને આગવી સંસ્કૃતિ માટે જ નહીં, પરંતુ તેમના પરંપરાગત અને પૌષ્ટિક ખોરાક માટે પણ જાણીતા છે. ચોમાસા અને શિયાળાની ઋતુમાં આદિવાસી વિસ્તારોમાં મળતી ખાસ ‘ખાટીભીંડીની ભાજી’ સ્થાનિક લોકોના ભોજનનો એક મહત્વનો અને સ્વાદિષ્ટ ભાગ છે.

આદિવાસી પરિવારોમાં ખાટીભીંડીની ભાજી બનાવવાની રીત પણ એકદમ અલગ અને આગવી હોય છે. આ ભાજીને તુવેર કે અડદની દાળ સાથે મિક્સ કરીને સ્વાદિષ્ટ ‘દાળભાજી’ બનાવવામાં આવે છે. દાળ અને ભાજીનું આ મિશ્રણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે-સાથે જીભને અનોખો સ્વાદ આપે છે.

આ વાનગીનો ખરો સ્વાદ લસણ અને મરચાંના દેશી મસાલાથી આવે છે. ખાસ કરીને શેકેલાં મરચાં અથવા ખલમાં વાટેલું લસણ-મરચું જ્યારે આ ગરમાગરમ દાળભાજીમાં ઉમેરવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે. દેશી અંદાજમાં તૈયાર થતી આ દાળભાજી ખાવાનો આનંદ જ કંઈક અલગ હોય છે, જેને દેશી વાનગીઓના શોખીનો ભારે ચટાકાથી માણે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here