વલસાડ તીઘરા ગામના જાણીતા સામાજિક આગેવાન મુકેશભાઈ પટેલ અને સવિતાબેન પટેલ દ્વારા ગામના બહુચર્ચિત તળાવ કિનારે રાહદારીઓ તથા ગ્રામજનો માટે પીવાના પાણીની સુંદર પરબ બનાવીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

આ પાણીની પરબનું વિધિવત ઉદ્ઘાટન સમસ્ત આદિવાસી સમાજના યુથ લીડર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ, મનીષ ઢોડિયા, તિલક પટેલ, શૈલેષભાઇ ઘેજ, ભાવેશ તથા કાર્તિક સહિતના અગ્રણીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તીઘરાના તળાવ કિનારે આયોજિત આ કાર્યક્રમમાં જનકભાઈ, પ્રવિણભાઈ, મહેશભાઈ, મોહીનભાઈ, વિજયભાઈ, ઉમેશભાઈ, રવીભાઈ, સંજયભાઈ, તરુણભાઈ, સંદિપભાઈ, ઈશ્વરભાઈ હળપતિ, અશ્વિનભાઈ, વિરલભાઈ, પ્રકાશભાઈ, રાજભાઈ અને સાગરભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.

ઉનાળાની ઋતુમાં કે સામાન્ય દિવસોમાં અહીંથી પસાર થતા રાહદારીઓ માટે પીવાના ચોખ્ખા પાણીની સુવિધા ઊભી કરવા બદલ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ મુકેશભાઈ પટેલ અને તેમના પરિવારની આ લોકસેવાની પહેલને બિરદાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here