કપરાડા: કપરાડા તાલુકાના કરજુન મંદિર ફળિયા ખાતે આવેલી આંગણવાડી કેન્દ્રમાં ‘વિકસિત ભારત–જન સેવા અભિયાન’ અંતર્ગત ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આંગણવાડીના બાળકો, તેમની માતાઓ તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધવામાં આવ્યો હતો.

Decision News ને મળેલી જાણકારી મુજબ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કેન્દ્ર દ્વારા નાના બાળકોને મળતી પોષણયુક્ત આહાર, આરોગ્ય તપાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહિતની વિવિધ કલ્યાણકારી સેવાઓ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. આ સાથે જ ઉપસ્થિત માતાઓ અને આંગણવાડી કાર્યકર બહેનો સાથે બાળકોના વિકાસ અંગે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જણાવે છે બાળકોનું યોગ્ય પોષણ, ઉત્તમ સ્વાસ્થ્ય અને તેમનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થાય તે અત્યંત જરૂરી છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે માત્ર સરકારી પ્રયાસો જ નહીં પરંતુ સમગ્ર સમાજના સહયોગથી સતત પ્રયત્નો હાથ ધરવાની દ્રઢ પ્રતિબદ્ધતા આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ આ પહલને આવકારીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here