ધરમપુર: ધરમપુર તાલુકાની વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા ખાતે ૨૭ વર્ષથી પણ વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક, સમર્પિત અને ઉત્કૃષ્ટ સેવા બજાવી નિવૃત્ત થઈ રહેલા આદરણીય શિક્ષક શ્રી રસિકભાઈ મગનભાઈ પટેલનો ‘મંગલભાવના સમારોહ’ (નિવૃત્તિ વિદાય સમારંભ) અત્યંત ભાવસભર, ગરિમાપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં યોજાઈ ગયો.

આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો, ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા શ્રી રસિકભાઈ પટેલની દીર્ઘકાલીન શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી. ઉપસ્થિત સર્વેએ તેમને સન્માનપત્ર અર્પણ કરી, શાલ ઓઢાડીને તેમનું ભાવભીનું સન્માન કર્યું હતું. પોતાના વિદાય પ્રસંગને યાદગાર બનાવતા શ્રી રસિકભાઈ પટેલે શાળા પ્રત્યેનો પોતાનો સ્નેહ અને લાગણી દર્શાવી હતી. તેમણે શાળાના ભવિષ્યના કાર્યક્રમો અને વિદ્યાર્થીઓના ઉપયોગ અર્થે “સાંસ્કૃતિક પ્રોગ્રામ માટેના ડ્રેસ” તેમજ “૫૦ ખુરશીઓ” સપ્રેમ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. વિદાય વેળાએ પણ શાળાના વિકાસનો વિચાર કરવા બદલ શાળા પરિવારે તેમના આ ઉમદા કાર્ય માટે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સમારોહ દરમિયાન ઉપસ્થિત સહુ કોઈએ શ્રી રસિકભાઈ પટેલનું નિવૃત્ત શેષ જીવન નિરોગી, ઉત્તમ સ્વાસ્થ્ય સભર અને દીર્ઘાયુ રહે તેવી ઈશ્વરના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. કાર્યક્રમના અંતે શ્રી રસિકભાઈ પટેલ તરફથી તમામ ઉપસ્થિતો માટે સ્વાદિષ્ટ સુરુચિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here