સેલવાસ/સુરંગી: કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું, મહેનત અને ઈમાનદારીથી કરેલું કામ જ સાચી સફળતા અપાવે છે” – આ વાક્યને સુરંગી વાઢિયાપાડા રોડ પર શાકભાજીનો વ્યવસાય કરતા યુવાન ફિરોજભાઈ કાકડે સાર્થક કરી બતાવ્યું છે. પરિસ્થિતિ સામે હિંમત હાર્યા વગર આત્મનિર્ભર બનીને તેઓ આજે સમાજના અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

સુરંગી વાઢિયાપાડા રોડ પર દુકાન ધરાવતા ફિરોજભાઈ કાકડ મૂળભૂત રીતે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સામાજિક રીતે જાગૃત અને સક્રિય નાગરિક હોવાના નાતે તેઓ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ખાનગી કંપનીઓમાં 12-12 કલાકની આકરી ડ્યુટી પણ કરી હતી. પરંતુ સમયના બદલાવ અને વધતી બેરોજગારી વચ્ચે હતાશ થવાને બદલે ફિરોજભાઈએ પોતાની સૂઝબૂઝથી નવો રસ્તો કંડાર્યો હતો. તેમણે શાકભાજીનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો અને આજે તેઓ સંપૂર્ણપણે આત્મનિર્ભર બનીને સ્વાભિમાનપૂર્વક જીવન જીવી રહ્યા છે.

ફિરોજભાઈની આ જીવનકથા દર્શાવે છે કે જો મનમાં કશુંક કરવાની તમન્ના હોય તો કોઈ પણ વિષમ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે. નોકરી કે સરકારી સહાયની રાહ જોયા વિના પોતાની મહેનતથી સ્વાવલંબી બનેલા આવા જાગૃત યુવાનો આજના સમાજ અને ખાસ કરીને યુવા પેઢી માટે ગર્વ સમાન છે.

સુરંગી વાઢિયાપાડા રોડ પરથી પસાર થતા નાગરિકો અને સ્થાનિક રહીશોને અપીલ કરવામાં આવી છે કે શાકભાજીની ખરીદી માટે ફિરોજભાઈ જેવા મહેનતુ અને આત્મનિર્ભર યુવાનોની મુલાકાત લઈ તેમના સ્થાનિક વ્યવસાયને સમર્થન આપવું જોઈએ, જેથી આવા શ્રમજીવી અને સ્વાભિમાની યુવાનોને યોગ્ય પ્રોત્સાહન મળી રહે.

BY: મુકેશ પટેલ 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here