મોટાપોંઢા: “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત આજે પ્રાથમિક શાળા, ઓમકચ્છ–મોટાપોંઢા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “વૃક્ષો આપણા જીવનનો અમૂલ્ય આધાર છે. સ્વચ્છ પર્યાવરણ, શુદ્ધ હવા અને હરિયાળા ભવિષ્ય માટે વૃક્ષારોપણ કરવાની સાથે સાથે વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન કરવું અને તેમનું ઉછેર કરવાનો સંકલ્પ લેવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે.”

આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં નાનાપોંઢા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મનીષાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી ગુણવંતીબેન, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિપુલભાઈ ભોયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નિમેષભાઈ સહિત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના શિક્ષકો, ઉત્સાહી વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here