વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઉમરકુઈ ખાતે આવેલી હરિ ૐ આશ્રમશાળામાં એક અનોખી અને હૃદયસ્પર્શી મિત્રોની મહેફિલ જોવા મળી. સામાન્ય સેલિબ્રેશન કે પાર્ટી-ટ્રીપની જગ્યાએ મિત્રોએ ખુશીઓને વહેંચવાનો અલગ જ માર્ગ અપનાવ્યો.

આશ્રમશાળામાં રહેતી બાપ વગરની દીકરીઓ સાથે માંડવખડક ગામના લાડુ બા એગ્રો અને હાડવેરના માલિક વિમલ પટેલ, મીતલ પટેલ, સાનું પટેલ, Decision News ના ડો. અવિનાશ પટેલ  સંજય ગાંવિત, પ્રીતિ ગાંવિત અગાસી અંકિત પટેલ, દિપ્તીબેન પટેલ ક્રિશ ગાયકવાડ પીપલખેડ ગામના વિનોદ ભોયા, શશીકાંત ભોયા હિતેશ માહલા, અરમાન ચૌધરી  કેલીયા ગામના, કૌશિકભાઈ  કાવડેજ ગામના નીતેશ ગાંવિત હેમા ગાંવિત આછવણી જયેશ ગાવડા, વગેરે મિત્રોએ મળીને પ્રીતિ ભોજનનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં મિત્રોએ માત્ર ભોજન જ નહીં, પરંતુ પ્રેમ, સ્નેહ અને સાથનો અનુભવ આ બાળકીઓને આપ્યો.

સેલિબ્રેશનની જગ્યાએ ખુશીઓની વહેંચણીનો આ અનોખો અભિગમ સૌને અચરજમાં મૂકી ગયો. હરિ ૐ આશ્રમશાળાના વાતાવરણમાં આયોજિત આ પ્રીતિ ભોજનમાં મિત્રોએ બાળકીઓ સાથે સમય વિતાવ્યો, તેમની સાથે વાતચીત કરી અને તેમને ખુશીનો અનુભવ કરાવ્યો. આવા કાર્યક્રમો સમાજમાં સહાનુભૂતિ અને એકતાનો સંદેશ આપે છે તેમ સ્થાનિકોનું કહેવું છે. આ અનોખી મહેફિલે સાબિત કર્યું કે ખુશીઓ વહેંચવાની સૌથી સુંદર રીત એ છે કે જેમને સાથની જરૂર હોય તેમની સાથે પ્રેમથી સમય વિતાવવો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here