ધરમપુર: સમગ્ર વિશ્વના આદિવાસી લોકોએ વિશ્વ આદિવાસી દિવસની ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી પણ ધરમપુરના આદિવાસી લોકોના મતો લઇ ધારાસભ્ય બની મોટી મોટી ગાડીઓ ફરી એસીવાળા રૂમમાં સૂતા અને સમાજમાં મોભો મેળનારા અરવિંદ પટેલે વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ તો ન જ આપી પણ આદિવાસી રેલીઓમાં રૂબરૂ હાજર રહેવાનું ટાળ્યું હતું અને આદિવાસી સમાજ વિરોધી હોવાનું વલણ દાખવ્યું હતું.

ત્યારે આ આદિવાસી વિરોધી અરવિંદ પટેલ વિરુદ્ધમાં ધરમપુરના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે લોકો અરવિંદ પટેલને પૂછી રહ્યા છે કે જો કાલે ધરમપુરમાં આદિવાસી સમાજને નુકસાન કરતા અન્ય કોઈપણ ફરમાનો બહાર પાડશે ત્યારે તે પણ ચુપચાપ સહન કરી લેશો કે અવાજ ઉઠાવશો ? આદિવાસી સમાજના વિરોધી અરવિંદ પટેલ સિવાયના બધા જ તાલુકાના ભાજપના આદિવાસી નેતાઓ કે  કાર્યકર્તાઓએ પોતાના મત વિસ્તારમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી પણ આ ધારાસભ્યએ વિશ્વ આદિવાસી દિવસનો બહિષ્કાર કર્યો હતો. આદિવાસી મતો પર સુખ શાહીબી ભોગવતા આ આદિવાસી સમાજના પડખે ઉભો ન રેહનારો અને સમગ્ર વિશ્વમાં યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસનો વિરોધી ધારાસભ્ય માફ કરવા યોગ્ય છે ખરો ? લોકો ખાસ્સા ગુસ્સામાં જોવા મળ્યા..

ધરમપુરના આદિવાસી સમાજે હવે સમજવાની જરૂર છે કે આવી માનસિકતા ધરાવતા આ ધારાસભ્ય અરવિંદ પટેલનો ઉગ્રતાથી વિરોધ થવો જોઈએ, નહિ તો આવી માનસિકતા ધરાવતા અરવિંદ પટેલ આપણને પુન: ગુલામીની ગર્તા તરફ લઇ જશે એમાં બેમત નથી, એવું પણ જાણવા મળ્યું છે આ આદિવાસી વિરોધી ધારાસભ્ય પોતાના કાર્યકર્તાઓને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ ન લેવા કહ્યું હતું, પણ હવે એમના દિવસો ભરાઈ ગયા છે, લોકો કહે છે અરવિંદભાઈ તમે આદિવાસીના મતોથી રાજાની જેમ જીવ્યા છો પણ હવે તમને અમે બતાવીશું આદિવાસી સમાજનો વિરોધ કરવો તમને કેટલો મોઘો પડે છે, તમારી ધારાસભ્યની ખુરશી તો ગઈ જ પણ આદિવાસી સમાજના વિરોધી તમારું સમાજમાં પણ નામ ધૂળ ધણી કરી દેશું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here