વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધા અર્થે ભાજપ સરકાર દ્વારા નવી એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ બસોનું શુભારંભ કરાવ્યા બાદ ભાજપ પરિવારના હોદ્દેદારોએ ગ્રામજનો સાથે નવી બસમાં મુસાફરી પણ કરી હતી. આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, ઉપપ્રમુખ અર્જુનભાઈ પટેલ, વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ તેમજ નવસારી જિલ્લા મહામંત્રી લોચનભાઈ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત, વાંસદા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, વાંસદા જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન પટેલ, ચેરમેન કરશનભાઈ પટેલ, હેમંત પટેલ, દીપ્તિબેન પટેલ, પિયુષભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, કમલભાઈ સોલંકી, તાલુકા પંચાયત સભ્ય પ્રશાંતભાઈ પટેલ, નિકેતભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, પદુ કાકા, વિનુ પટેલ અને કિરણ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવી બસ સેવાઓ શરૂ થતાં તાલુકાના અંતરિયાળ ગામોના લોકોને વાહનવ્યવહારની બહેતર સુવિધા મળશે, જેથી સમગ્ર પંથકમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here