વાંસદા: આજરોજ વાંસદા તાલુકા તેમજ ઉપરવાસમા થયેલ ભારે થી અતિભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારની જીવાદોરી સમાન ગ્રામ્ય રસ્તાઓ પર આવેલ ડુબાઉ કોઝવે પાણીમા ગરકાવ થઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો.
Decision News ને મળેલી માહિતી મુજબ ભારે વરસાદ થવાથી નદી કોતરોમા પાણીનું લેવલ વધતા કુલ 29 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જેના કારણે લોકોને રોજિંદા જીવનમા અવરજવર કરવામા તકલીફ ઉભી થયેલ છે. ગ્રામ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાટી, સરા, કાળાઆંબા, કેવડી, ખરજઈ, ચઢાવ, પાલગભણ, વાંદરવેલા, લીમઝર, ઝરી, ગંગપુર, ખાનપુર, બારતાડ, ઉનાઈ, ઉમરકુઈ, નિરપણ, ચોરવણી, અંકલાછ, સતીમાળ, ખાંભલા, નવતાડ, ચોંઢા, પિપલખેડ, કુરેલિયા, કૂકડા, મોટીભમતી, ગોધાબારી, હોળીપાડા, મોળાઆંબા, ભીનાર, ખાટાઆંબા, ઘોડમાળ, બેડમાળ, જામલિયા, ચિકટીયા, વાઘાબારી, સુખાબારી, કેલિયા એમ કુલ 36 ગામોને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા કુલ 1,12,236લોકો પ્રભાવિત થયેલ છે.
નદી કોતરો પર આવેલ ડુબાઉ કોઝવેની જગ્યાએ મોટા પુલ બનાવવા લોકોની માંગણી સંતોષાય તો ભવિષ્યમા ચોમાસાની ઋતુ દરમ્યાન થતી હાલાકીનો અંત આવે તેવું ગ્રામજનોની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે આવનારો સમય જ બતાવશે કે શું થાય છે…











